મોરબીના સાદુળકા ગામે પતિના અગ્નિદાહ પૂર્વે જ પત્નીનું પણ અવસાન
મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને નવરાત્રીમાં ગરબા માટે બોલાવીને મદદરૂપ થવા અપીલ
SHARE
મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને નવરાત્રીમાં ગરબા માટે બોલાવીને મદદરૂપ થવા અપીલ
નવરાત્રીની લોકો આતુરતાથી રાહ જોતાં હોય છે ત્યારે આ નવરાત્રીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને લોકો પોતાની સોસાયટીમાં કરવામાં આવતા ગરબામાં બોલાવીને તેની કલા રજૂ કરવા માટેની તકે આપે અને પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં રહેતા પરિવારોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે સહયોગ આપે તેના માટે અપીલ કરવામાં આવી છે
નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે "માં" ની ભક્તિ સાથે સૌથી મોટો તહેવાર આવી રહ્યો છે. જેમાં ગરબા સહિતનો આનંદ લોકોને મળે છે ત્યારે મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ દ્વારા નવરાત્રીમાં તેની કલા રજૂ કરીને રોજગારી મેળવવામાં આવે છે ત્યારે નવરાત્રીના પર્વ ઉપર "માં" ના ગરબા-દાંડિયા પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ સાથે યોજીને "માં"ની ભક્તિ સાથે પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ થકી લક્ષ્મીનાગર ગામ પાસે આવેલ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રમાં રહેતા લોકોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે અપીલ કરવામાં આવી છે અને પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપ હાતીમભાઇ એસ. રંગવાલાએ જણાવ્યુ છે કે, મોરબી શહેરમાં કોઈ પણ સોસાયટીમાં ગરબાનું આયોજન કરવાનું વિચારી રહ્યા હોય તે લોકોએ એકવાર આ પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ઓરકેસ્ટ્રા ગ્રુપને તેઓની સોસાયટીમાં દાંડીયારાસનો પ્રોગ્રામ રજૂ કરવા માટેનો અવસર આપવો જોઈએ અને તેના માટે કોઈપણ વ્યક્તિ ૯૪૨૯૯ ૭૮૯૩૦ નંબર ઉપર સંપર્ક કરી શકે છે