મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ફ્રેન્ડશીપ તોડી નાખતા યુવતીના ન્યુડ વિડીયો-ફોટો કર્યા વાયરલ: પોલીસ કોન્સટેબલ સહિત બે સામે ફરિયાદ


SHARE









મોરબીમાં ફ્રેન્ડશીપ તોડી નાખતા યુવતીના ન્યુડ વિડીયો-ફોટો કર્યા વાયરલ: પોલીસ કોન્સટેબલ સહિત બે સામે ફરિયાદ

મોરબી શહેર અને જિલ્લામાં ભદ્ર સમાજમાં લાલબત્તી સમાજ અને કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યા છે થોડા સમય પહેલા હળવદમાં જે પ્રકારની ઘટના બની હતી આવી જ એક ઘટના મોરબીમાં પણ સામે આવી છે જેમાં યુવતી સાથે ફ્રેન્ડશીપ હોય તે દરમિયાન વિડીયો કોલ દ્વારા ફરિયાદી યુવતીની જાણ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને ન્યુડ વિડિયો અને ફોટોગ્રાફ્સ લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને ઇન્સ્ટગ્રામનું ફેક આઈડી બનાવી તેમાં ન્યુડ વિડિયો તથા ફોટોગ્રાફ મોકલી યુવતી સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરવામાં આવ્યું હતું અને ફરિયાદીના કુટુંબની સમાજમાં બદનામી કરવાની ધાક ધમકીઓ આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોસાયટીમાં રહેતી યુવતી અને આરોપી વચ્ચે અગાઉ ફ્રેન્ડશીપ હતી તે દરમિયાન ફરિયાદી અને આરોપીઓએ શેર કરેલ ફોટો તેમજ ફરિયાદી અને આરોપી વચ્ચે વિડીયોકોલથી જ્યારે વાતચીત થતી હતી ત્યારે યુવતીની જાણ બહાર આરોપી યુવાને મોબાઇલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું અને ત્યારબાદ યુવતી આરોપી સાથે ફ્રેન્ડશીપમાં રહેવા માંગતી ન હોય તે બાબતનું મન દુઃખ રાખીને આરોપી સંદીપ વાસુદેવભાઈ હડિયલ નામના આરોપીએ યુવતીના ન્યુડ વિડિયો અને ફોટોસ વાયરલ કરી તેમજ આરોપી હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણે ઇન્સ્ટાગ્રામમાં memom54011 યુઝર નેમ( ડીસ્પ્લે નેમ ) વાળા નામથી ફેક આઇ.ડી. બનાવીણે તેમાં ફરિયાદી યુવતીના ન્યુડ વીડીયો તથા ફોટોગ્રાફ મોકલી પોતાની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કર્યું હતું અને યુવતી તેમજ તેના કુટુંબને સમાજમાં બદનામ કરી નાખવાની ધાક ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવતી દ્વારા હાલમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સંદીપ વાસુદેવભાઈ હડિયલ રહે. ચરાડવા અને હરેશભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ (પોલીસ કોન્સ્ટેબલ) રહે. હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૪૬૯, ૫૦૭ તથા ધ ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ ના કાયદાની કલમ ૬૬ સી, ઇ, ૬૭, ૬૭-એ મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News