ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

RapeMuktBharat માટે યુથ અગેઇન્સ્ટ રેપ ની અનોખી સિધ્ધી


SHARE











મોરબી: “ઉમલિંગ લા”  ૧૯,૩૦૦ ફીટ પર સાઇકલથી પહોંચવા વાળા ભારતનો પ્રથમ નાગરિક બન્યા પિયુષ મોંગા

 વિશ્વનાં સૌથી ઊંચા મોટરેબલ પાસ “ઉમલિંગ લા”  પર પહોંચ્યા ટીમ યુથ અગેઇન્સ્ટ રેપના પીયૂષ મોંગા, યોગેશ રાવલ, અક્ષય ભગત, સુમિત ડાંગી, અને સંજય શ્રીકુમાર એમણે મિશન #RapeMuktBharat ની અંદર ૫૦૦૦૦  કિલોમીટર સાઇકલ દરમિયાન આ વિશ્વ વિક્રમ સર્જ્યો છે

બળાત્કારએ એવો વિષય છે જેના પર લોકો વાત કરવામાં ખચકાય છે, પણ આ સંગઠન (યુથ અગેઇન્સ્ટ રેપ) એ આ નેક કામ માટે એક ક્રાંતિકારી આંદોલન શરું કર્યું છે. આ યાત્રા બોર્ડર રોડ સંગઠન(BRO) , લેફટીનેન્ટ જનરલ રાજીવ ચૌધરી (બીઆરઓ મહાનિર્દેશક) , લેફટીનેન્ટ કર્નલ આલોક ઓસી અને ટીમ ૯૩ આરસીસીની મદદ થકી સંભવ થઈ શકી છે. ટીમ યુથ અગેઇન્સ્ટ રેપ તેઓના સતત માર્ગદર્શન અને પ્રેરણા માટે આભારી છે આ યાત્રા સરળ ન હતી કારણ કે ઉમલિંગ લાસમુદ્ર તટ થી ૧૯૩૦૦  ફીટ ઉપર છે આ જગ્યા માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પ અને સિયાચીન ગ્લેશિયરથી પણ ઊંચી છે અહિયાંનો તાપમાન શિયાળા માં -૪૦  ડીગ્રી સેલ્શિયસથી પણ નીચું હોય છે અને ઓક્સિજન ૫૦% થી ઓછો થઈ જાય છે, એટલે જ અહીંયા ઓક્સિજન અને પાણીની ઓછપને કારણે સંગઠન સમૂહને માનસિક તેમજ શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, તે વચ્ચે માંદા પડ્યા છતાંય તે સ્થગિત ન થયા કારણ કે તેમના મનમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના દ્રઢ હતી અને એક સાચા ભારતીય હોવાનો ફરજ નિભાવ્યો. મોટરસાયકલ ગર્લ નામનાથી પ્રસિદ્ધ કંચન ઉગુરસંડીએ પુરે પુરી મદદ કરી હતી આ પાંચ યુવાનો એવા લોકો માટે પ્રેરણા બન્યા છે જે બળાત્કાર અને ખોટા આરોપો સામે અવાજ ઉઠાવવાનું વિચારી પણ સકતા નથી અને દેશના યુવાનો માટે યુથ અગેઇન્સ્ટ રેપની સાથે #RapeMuktBharat માટે એક પ્રેરણાસ્ત્રોત સાબિત થયો છે આ મિશનનો ભાગ બનવા http://www.yaifoundation.org આ લિન્ક ઉપરથી સંપર્ક  કરવા માટે જણાવ્યુ છે






Latest News