મોરબીના ધુળકોટ ગામે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના ધુળકોટ ગામે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના ધુળકોટ ગામે નદીમાં ડૂબી જવાથી ૪૫ વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવનું મોરબી તાલુકા પોલીસ આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ ગામેથી પસાર થતી નદીમાં આમરણ ગામે રહેતો મયારામ સર્વનભાઈ ભુરીયા જાતે આદિવાસી (ઉમર વર્ષ ૪૫) ડૂબી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇ આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
મહિલાનું મોત
ટંકારા તાલુકાના ઓટડા ગામે રહેતા હીરાબેન મનજીભાઈ પરમાર (ઉંમર ૪૫) ને છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી હોય કેન્સરની બીમારી સબબ તેનું મૃત્યુ નીપજયું હતું જેથી તેના મૃતદેહને ટંકારા ખાતે લાવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી