મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન
Breaking news
Morbi Today

મોરબી નજીક જુદાજુદા બે એટીએમને તોડવાનો પ્રયાસ કરનારા ત્રિપુટીની ધરપકડ


SHARE







મોરબી નજીક જુદાજુદા બે એટીએમને તોડવાનો પ્રયાસ કરનારા ત્રિપુટીની ધરપકડ

મોરબી તાલુકાના ટિંબડી ગામના પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપ પાસે આનંદ માયાણી કોમ્પ્લેક્સમાં આવેલ બેંકના એટીએમને તેમજ પીપળી ગામ પાસે આવેલ બેન્કના એટીએમને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેની બેંકના કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સીસીટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં હાલમાં ત્રણ આરોપીને દબોચી લીધેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રાજબેક વાળી શેરી કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા નીરવભાઈ કિશોરભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ (૩૪) એ એટીએમ તોડવાના પ્રયાસ અંગેની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ આનંદ મયાણી કોમ્પલેક્ષમાં આવેલ એકસીસ બેંક તથા પીપળી ગામ, મનિષ વે બ્રિજ કાંટા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ થયેલ હતો જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૪૫૩, ૪૬૧, ૩૮૦, ૫૧૧, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ હતા અને તાલુકા પીઆઇ કે.એ. વાળાના સીધા માર્ગદર્શન હેઠળ ટિમ કામ કરી રહી હતી અને સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે તપાસ ચાલુ હતી ત્યારે અજીતસિંત પરમાર, જીતેનદાન ગઢવી તથ ભગીરથભાઇ લોખીલને ખાનગી રાહે હકીકત મળી હતી જેના આધારે પોલીસે પીપળી ગામ પાસે જેતપર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસેથી ચોરીની કોશિષ કરનાર ત્રિપુટી સુનિલ છગનભાઇ પરમાર જાતે આદીવાસી (૨૬), અનિલ છગનભાઇ પરમાર જાતે આદીવાસી (૧૯) અને જીતેન્દ્ર ગોંવિદભાઇ જાદવ જાતે આદીવાસી (૧૯) રહે.ત્રણેય હાલ લેંચસ સિરામીક, મનિષ કાંટા પાસે, બેલા રોડ, પીપળી, મોરબી, મુળ રહે. નેવાડી, જેન્ડીમાલ ફળીયુ જીલ્લો બડવાની મધ્યપ્રદેશ વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સો પાસેથી પોલીસે લોખંડની અણીદાર પટ્ટી, પકકડ, મોઢે બાંધવાના કાળા તથા સફેદ કલરના કપડા, લાલ કાળા કલરનું સીબીઝેડ બાઇક નંબર જીજે ૩ ડીએલ ૪૭૧૬ જેની કિંમત ૧૫,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. આ કામગીરી પીઆઇ કે.એ.વાળાની સૂચના મુજબ  જયદેવસિંહ ઝાલા, દિનેશભાઇ બાવળીયા, અજીતસિંહ પરમાર, રમેશભાઇ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઇ લોખીલ, જયદીપભાઇ પંકજભા ગુઢડા, જીતેનદાન ગઢવી, કેતનભાઇ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરી દ્રારા કરવામાં આવી હતી અને હવે આગળની તપાસ પીએસઆઇ વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે






Latest News