ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

૭મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના શાસન કાળને ૨૦ વર્ષ પૂરા: મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમોની વણજાર


SHARE











૭મી ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના શાસન કાળને ૨૦ વર્ષ પૂરા: મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમોની વણજાર

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી લઈને દેશના વડાપ્રધાન સુધી નરેન્દ્ર મોદીના શાસન કાળને આગામી ૭મી ઓક્ટોબરના રોજ ૨૦ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે મોરબી જિલ્લાની અંદર આગામી ૭ ઓકટોબર સુધી મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જેમાં ખાસ કરીને નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા વીસ વરસની અંદર લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારના જે કંઈ નિર્ણય લીધેલા છે અને જે કામ કરેલા છે તેની ઝાંખી લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ મોરબી જિલ્લા ભાજપની ટીમ દ્વારા કરવામાં આવશે

૨૦૦૧ નું વર્ષ સમગ્ર ગુજરાત માટે હંમેશ માટે યાદગાર બની રહેશે કારણ કે જાન્યુઆરી મહિનાની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ગોઝારો ભૂકંપ થયો હતો જેમાં અનેક લોકોએ પોતાના પરિવારના સ્વજનને ગુમાવ્યા હતા અને ત્યાર બાદ રાજકીય ભૂકંપ થયો હતો જેમાં તાત્કાલિક કેશુભાઇ પટેલનું મુખ્યમંત્રી પદેથી રાજીનામું લઈને ૭ ઓક્ટોબરના રોજ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જે તે સમયે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા અને આજે તેઓ દેશના વડાપ્રધાનનું પદ સંભાળી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે તેમજ દેશના વડાપ્રધાન તરીકે જે શાસન કર્યું છે તે શાસનકાળને આગામી ૭મી ઓક્ટોબર ના રોજ ૨૦ વર્ષ પૂર્ણ થયા છે

આ ૨૦ વર્ષના શાસન કાળ દરમ્યાન નરેન્દ્ર મોદી દ્વારા લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની જે કામગીરી કરવામાં આવી છે અને ખાસ કરીને જે નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેની અમલવારી કરવામાં આવી છે અને તેના કારણે લોકોની સુખાકારીમાં જે વધારો થયો છે તે લોકો સુધી વાસ્તવિકતા પહોંચે તે માટે થઈને મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, મહામંત્રી જયુભા જાડેજા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાસદડિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા મહિલા ભાજપના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, મોરબી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસર સહિતની ટીમ દ્વારા આગામી ૭ ઓકટોબર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીએ જે કામગીરી કરે છે તેને લોકો સુધી પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવશે

આ કામગીરીના ભાગરૂપે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપ દ્વારા કાર્યશાળા અને ફોટો પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન કેન્દ્રમાં અને રાજ્યમાં જે કાંઈ ફેરફાર થયા છે તેને લઈને લોકોની સુખાકારીમાં વધારો થયો છે તે દર્શાવવામાં આવ્યું છે આ ફોટો પ્રદર્શની તા ૨૧ થી ૨૩ સુધી રાખવામા આવી છે તેની સાથોસાથ ભાજપની કાર્યશાળા રાખવામાં આવી હતી તેમાં આવેલા દરેક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી અત્યારથી જ કામે લાગી જવા માટે હાકલ કરવામાં આવી હતી કારણ કે આગામી દિવસોમાં મોરબી જીલ્લામાં જુદીજુદી બે તાલુકા પંચાયતની એક એક બેઠક માટેની પેટાચૂંટણી યોજાવાની છે ત્યાર બાદ ડિસેમ્બર મહિનામાં સરપંચોની ચૂંટણીઓ છે અને પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જીલ્લાની અંદર જો અત્યારથી જ કામ કરવામાં આવશે અને સરકારી કામ તેમજ યોજનોને લોકો સુધી પહોંચાડવામાં આવશે તો આગામી ચૂંટણીની અંદર ભાજપને વિજય હાંસલ કરવો આસન બની રહેશે તેવો આત્મવિશ્વાસ જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈએ વ્યક્ત કર્યો હતો






Latest News