મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના  રવાપર ગામે ઉમા હોલમાં કાલે રાતે નમો ડાયરો યોજશે


SHARE









મોરબીના  રવાપર ગામે ઉમા હોલમાં કાલે રાતે નમો ડાયરો યોજશે

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલું હોલ ખાતે તા. ૨૨ ના રોજ રાત્રે ૯ વાગ્યે નમો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાજેતરમાં જે સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેના હોદેદારો દ્વારા પોતાની કલા રજૂ કરવામાં આવશે અને ખાસ કરીને કલાના હળવા માધ્યમથી સરકાર દ્વારા જે કામો કરવામાં આવ્યા છે તેને લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દ્વારા સાંસ્કૃતિક સેલની રચના કરવામાં આવી છે તેમાં સંયોજક તરીકે દેવેનભાઇ વ્યાસને લેવામાં આવેલ છે ત્યારે મોરબી જિલ્લા સાંસ્કૃતિક સેલના સંયોજક દેવેનભાઇ વ્યાસે જણાવ્યું છે મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે છેલ્લા વર્ષની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કામગીરી કરવામાં આવી છે તેને જન જન સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ નમો ડાયરમાં કરવામાં આવશે તા ૨૨ ના રોજ રાતે ૯ વાગ્યા રવાપર ગામે આવેલ ઉમા હોલમાં ભાજપના સાંસ્કૃતિક સેલ દ્વારા નમો ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કલાકારો દ્વારા જુદીજુદી કૃતિઓ રજુ કરવામાં આવશે અને સરકારે લીધેલા નિર્ણયોની ઝાંખી લોકો સુધી પહોચડવા માટે નમો ડાયરાના કલાકારો નિમિત બનશે




Latest News