મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી નગરપાલિકામાં આવતા હીરાસરીના માર્ગને રીપેરીંગ કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE

















મોરબી નગરપાલિકામાં આવતા હીરાસરીના માર્ગને રીપેરીંગ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
 
મોરબી નગર પાલિકામાં આવતા રવાપર રોડ નરસંગ ટેકરી મંદિરની પાછળનો રોડ કેજે હીરાસરીના માર્ગ તરીકે ઓળખાય છે તે માર્ગને રીપેરીંગ કરાવવા બાબતે
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન દ્રારા રાજયના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખીત રજૂઆત કરીને યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.
 
વધુમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી.બાવરવા (કે.ડી.બાવરવા) એ જણાવેલ છેકે આ હિરાસરીના માર્ગના રોડને સિમેન્ટ કોન્ક્રીટ રોડ બનાવવામાં આવેલ હતો.પરંતુ જયારે બનાવેલ ત્યારે પણ આ પોડ બાબતે લોકો દ્રારા ફરિયાદો કરવામાં આવી હતી અને આ રોડનું કામ નબળું કરેલ હતું ત્યાર બાદ આ રોડને વારંવાર ખોદવામાં આવેલ છે. ત્રણ  લાઈનો નાખવામાં આવેલ ત્યારે પણ આ રોડ ખોદવામાં આવેલ તેમજ હમણાં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નાખવામાં આવેલ જેના માટે પણ આ રોડને વધુ એક વખત ખોદવામાં આવેલ જેથી કરીને આ રોડની હાલત એ હદે બીસ્માર થઇ ગયેલ છેકે સારી રીતે પગપાળા પણ ન ચાલી શકાય..!
 
હાલમાં ઉમીયા સર્કલથી રફાળેશ્વર રોડનું કામ ચાલુ છે. આમાં પણ ડાયવર્ઝનમાં લોકો પરેશાન થાય છે.તેમજ આ હીરાસરીનો માર્ગ કેજે તે રોડને ક્રોસ કરે છે તેનો લોકો વધુ ઉપયોગ કરતા હોય આ રોડને તાત્કાલિક રીપેરીંગ કરાવવો જરૂરી બન્યુ છે. આ હિરાસરીનો માર્ગ રીપેરીંગ થાય તે માટે લગત વિભાગને યોગ્ય આદેશો આપીને તાત્કાલિક રોડ રીપેરીંગનું કામ શરૂ કરાવવા મુખ્યમંત્રીને રજુઆતમાં જણાવાયેલ છે.આ રોડ બાબતે મોરબી નગરપાલિકા કંઈ કરતી ન હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે. તો જલ્દી કામ ચાલુ થાય તે બાબતે યોગ્ય કરવા અન્યથા સ્થાનિકોને સાથે રાખીને ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની પડશે તેમ અંતમાં કે.ડી.બાવરવાએ જણાવ્યું છે.



Latest News