બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ખાખરેચી ગામે રક્તદાન શિબિર, રોપા વિતરણ, વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબી જિલ્લાના ખાખરેચી ગામે રક્તદાન શિબિર, રોપા વિતરણ, વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લાના ખાખરેચી ગામમાં આવેલી હાઈસ્કૂલમાં પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ, ઉમિયા ગ્રામસેવા ટ્રસ્ટ, ખાખરેચી દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રક્તદાન શિબિર, રોપા વિતરણ તેમજ વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાયો હતો. આ તકે, રક્તદાન શિબિરનો શુભારંભ મોરબીના સ્વામિનારાયણ સંસ્કારધામના સંતો શાસ્ત્રી જગતપ્રસાદસ્વામી તથા પુરાણી દિવ્યપ્રકાશ સ્વામીએ કરાવ્યો હતો. આ રક્તદાન કેમ્પમાં ખાખરેચી ઉપરાંત વેજલપર, અણિયારી, કુંભારિયા વગેરે ગામના ૬૫ યુવાનોએ રક્તદાતા કર્યું હતું આ કાર્યક્રમના સહયોગી દાતાઓ તરફથી રકતદાતાઓને કલમી આંબાના રોપા અને રક્ષણ માટે લાકડાના પીંજરા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં સ્વામિનારાયણના સંતો તથા આગેવાનોના હસ્તે કરંજ, કદંબ, પીપળ જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. ખાખરેચી તથા આજુબાજુના ગ્રામજનોને 500 રોપાઓનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોકોમાં પર્યાવરણલક્ષી જાગૃતિ આવે તે માટે સંતો તથા અન્ય ઉપસ્થિત મહેમાનોએ લોકોને પર્યાવરણને બચાવવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં મોરબીથી સ્વામિનારાયણના સંતો, ડૉ.મનુભાઈ કૈલા, પ્રાણજીવન કાલરિયા, જીલેશભાઇ કાલરિયા, મણીભાઈ ગડારા, રમેશભાઈ, ઠાકરશીભાઇ ફૂલતરિયા, અંબાલાલ કુંડારિયા, માથકથી દાજીભાઇ ગોહિલ તથા સ્થાનિક ખાખરેચી હાઇસ્કુલના પ્રિન્સિપાલ ભોરણિયા, મગનભાઇ કૈલા, પ્રકાશભાઈ ઉનાલિયા, ઉમિયા ગ્રામ સેવા ટ્રસ્ટના સભ્યો, ખાખરેચી પાંજરાપોળ સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા ઉમિયા ગ્રામસેવા ટ્રસ્ટના કાર્યકરો તથા ડૉ. મનુભાઈ કૈલાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.




Latest News