બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના વાલ્મીકિવાસમાં યુવાનને તલવાર-પાઇપ વડે માર મારનાર ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીના વાલ્મીકિવાસમાં યુવાનને તલવાર-પાઇપ વડે માર મારનાર ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો

મોરબીમાં સબજેલ સામે આવેલ વાલ્મીકિવાસ વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે બાઈક ચલાવવા બાબતે સમજાવવા ગયેલા વ્યક્તિને માર મારતા હતા જેથી તેને છુટા પાડવા માટે વચ્ચે પડેલા યુવાનને તલવાર અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાને પ્રથમ મોરબી સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર લીધા બાદ યુવાને ત્રણ શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સબજેલ સામેના ભાગમાં આવેલ વાલ્મીકિવાસ વિસ્તારમાં રહેતા અજયભાઈ ગોવિંદભાઈ પરમાર (૩૦) નામના યુવાને અતુલભાઇ ગેલાભાઈ ઝાલા, આદર્શભાઈ અતુલભાઇ ઝાલા અને પપ્પુભાઈ અતુલભાઇ ઝાલા રહે. બધા વાલ્મીકિવાસ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હસમુખભાઈ પોતાનું બાઈક લઈને કામ ઉપર જતા હતા ત્યારે આદર્શ અતુલભાઇ ઝાલાને બાઈક ચલાવવા બાબતે સમજાવતા હતા તે બાબતનો ખાર રાખીને અતુલભાઇ, આદર્શભાઈ અને પપ્પુભાઈએ હસમુખભાઈને ગાળો આપી હતી અને ઝપાઝપી કરીને માર મારતા હતા જેથી ફરિયાદી અજયભાઈ તેઓને છૂટા પડાવવા માટે થઈને વચ્ચે પડ્યા હતા ત્યારે અતુલભાઇ ઝાલાએ તેને તલવાર વડે હાથમાં માર માર્યો હતો અને આદર્શભાઈએ લોખંડના પાઇપ વડે માથામાં માર મારીને ઈજા કરી હતી અને ત્યાર બાદ તે ત્રણેય નાશી ગયા હતા અને ઇજા પામેલા અજયભાઈ પરમારને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર લીધા બાદ હાલમાં તેણે અતુલભાઇ, આદર્શભાઈ અને પપ્પુભાઈની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News