મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી લાયન્સનગરમાં પાણીની લાઇન પાથરવાનું કામ પૂરું કરવાની માંગ


SHARE







મોરબી લાયન્સનગરમાં પાણીની લાઇન પાથરવાનું કામ પૂરું કરવાની માંગ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વોર્ડ નંબર ૧૧ માં આવતા લાયન્સનગર વિસ્તારની અંદર શેરી નંબર ૩ અને ૪ માં પાણીની લાઇન નાંખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જો કે, આ કામ અડધું મૂકવામાં આવેલ છે જેથી કરીને હાલમાં પાણીની લાઇન નાખવાનું કામ બાકી હોવાથી ઘણા લોકોને પાણી મળી રહ્યું નથી અને જે વિસ્તારમાં પાણીની લાઈન પાથરવામાં આવી છે ત્યાં પણ નિયમિત રીતે પાણી મળતું નથી જેથી કરીને નવી નાખવામાં આવેલ પાણીની લાઇન મારફતે લોકોને નિયમિત રીતે પાણી મળતું રહે તેમજ શેરી નંબર ૩ અને ૪ માં પાણીની લાઇનનું કામ અડધું બાકી છે તે રોડનું કામ કરવામાં  આવે તે પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી હાલમાં તે વિસ્તારના સામાજિક કાર્યકર અબ્દુલભાઈ એમ. બુખારી દ્વારા માંગણી કરવામાં આવી છે અને આ અંગે તેઓ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને લેખિતમાં રજૂઆત પણ કરે છે






Latest News