મોરબી લાયન્સનગરમાં પાણીની લાઇન પાથરવાનું કામ પૂરું કરવાની માંગ
રાજ્યમાં પંચાયત હસ્તકની ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે: બ્રિજેશ મેરજા
SHARE









રાજ્યમાં પંચાયત હસ્તકની ૧૫ હજાર જગ્યાઓ ભરવામાં આવશે: બ્રિજેશ મેરજા
મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના શ્રમ, રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) બ્રિજેશ મેરજાએ હાલમાં મોટી જાહેરાત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગુજરાત રાજ્યના જિલ્લા વિકાસ અધિકારી સાથે તથા ગ્રામ ગૃહ નિર્માણના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આગામી દિવસોમાં ૧૫૦૦૦ જેટલી ભરતી કરવામાં આવશે
આજે પંચયાત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ જાહેરાત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, પંચાયત હસ્તકની ખાલી પડેલ ૧૫ હજાર જગ્યાઓ ભરવા માટેની કવાયત શરૂ કરવામાં આવશે અને તેમાં તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી સહિત ૬ થી ૭ સંવર્ગની જગ્યાઓ ભરવામાં આવશે અને રાજ્યમાં અન્નપૂર્ણા યોજના અગાઉ સરકારે બંધ કરી હતી. તે અન્નપૂર્ણા યોજના ફરી શરૂ કરવાનો નિર્ણય પીએન સરકાર દ્વારા લેવામાં આવ્યો છે
