મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા નજીક વાડીએ પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE









હળવદના કડીયાણા નજીક વાડીએ પત્ની સાથે ઝઘડો થયા બાદ યુવાને જીવન ટૂંકાવ્યું

હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્ની સાથે ઝઘડો અને બોલાચાલી થઈ હતી ત્યારબાદ તેને લાગી આવતા તે યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના બરોલીનો રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કડીયાણા ગામની સીમમાં ઈશ્વરભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતો સમીરભાઈ શંકરભાઈ નાયક (૩૯) નામનો યુવાને વાડીએ હતો ત્યારે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે બોલા ચાલી અને ઝઘડો થયો હતો જે બાબતનું તેને લાગી આવતા તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત
મોરબીના માળિયા હાઇવે ઉપર નાગડાવાસ ગામ નજીક આવે દેવ હોટલ ખાતે નાસ્તો કરવા માટે ઉભા રહેલા ટ્રક ચાલક રમેશસિંગ હેમસિંગ રાજપુત (૪૦) રહે.અંબાભારા તાલુકો ભટાના જીલ્લો રાજસમજ રાજસ્થાન વાળાને અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા સાથી ટ્રક ચાલકો દ્વારા તેને માળિયા ખાતે સારવાર માટે લઈ જવામાં આવતો હતો.તે દરમિયાનમાં તેનું મોત નીપજયુ હતું અને ત્યાંથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજાએ તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, છાતીમાં અચાનક દુખાવો ઉપડયા બાદ હાર્ટ એટેકના લીધે રમેશસિંહ રાજપૂત નામના રાજસ્થાની ડ્રાઇવરનું મોત નિપજયુ હતું.






Latest News