મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબી એલસીબીએ હળવદની ખનીજ ચોરીના ગુનામાં ફરાર આરોપી દબોચ્યો


SHARE







મોરબી એલસીબીએ હળવદની ખનીજ ચોરીના ગુનામાં ફરાર આરોપી દબોચ્યો

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખનીજ ચોરીના ગુનામાં ફરાર આરોપીને એલસીબીની પેરોલ ફર્લો ટીમ દ્વારા ઝડપી પાડીને હળવદ પોલીસ હવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ વચગાળાના જામીન ઉપર છુટયા બાદ જેલમાં હાજર ન થયેલા હોય ગુનામાં ફરાર હોય તેવા તેમજ પોલીસ જાપ્તામાંથી ભાગેલ આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને મળેલ બાતમી આધારે હળવદ પોલીસ મથકમાં ખનીજ ચોરીના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી ફરાર આરોપી વિપુલ અમરશી રાઠોડ (૩૨) રહે.જુના ધનાળા તા. હળવદ જી.મોરબીને હળવદના સરા નાકાથી દબોચીને આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યો છે.

વાહન અકસ્માતમાં ઇજા

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈ ઠાકોર નામનો ૩૬ વર્ષનો યુવાન ભચાઉ-લોએજ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે બમ્પમા તેનું બાઈક સ્લીપ થતા ઇજા પામેલ મનસુખ ઠાકોરને અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા તપાસ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં આવેલ ગુજરવદી ગામે રહેતા ગીતાબેન પ્રવીણભાઈ મિસ્ત્રી નામના ૬૨ વર્ષીય મહિલા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા તે સમયે બાઇક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત હાલતમાં તેઓને અહીંની શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ જયરાજ નળિયાના કારખાના નજીક રહેતા કેશુભાઈ નટુભાઈ વિકાણી નામના ૫૦ વર્ષીય આધેડને મહેન્દ્રનગર ચોકડીએ સીએનજી પંપ પાસે મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા






Latest News