મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રોડ ક્રોસ કરતાં વૃદ્ધને હડફેટે લેનાર બાઇક ચાલકનું મોત


SHARE







વાંકાનેરમાં રોડ ક્રોસ કરતાં વૃદ્ધને હડફેટે લેનાર બાઇક ચાલકનું મોત

વાંકાનેરના નવાપરા વિસ્તારમાંથી વૃદ્ધ ચાલીને પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેઓને હડફેટે લીધા હતા જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને ઈજા થઈ હતી તેમજ બાઈક ચાલકને પણ ગંભીર થઇ હોવાથી તેને રાજકોટ સુધી સારવારમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા બાઇક ચાલકનું મોત થયું છે હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે ઈજા પામેલા વૃદ્ધની ફરિયાદ લઈને મૃતક યુવાન સામે ગુનો નોંધી પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા વાલજીભાઈ મોહનભાઈ ગોધાણી જાતે કોળી (૬૫)એ હાલમાં અજય વિરેન્દ્રસિંહ પઢિયાર (૨૩) રહે. વીસીપરા વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓ નવાપરામાં શ્રીજી પોલીમર્સ કારખાના સામે નેશનલ હાઈવે રોડ ઉપરથી પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અજય પઢિયાર બાઇક નંબર જીજે ૩ એલસી ૩૨૨૦ લઈને ત્યાંથી નીકળ્યો હતો ત્યારે તેણે રોડ ક્રોસ કરી રહેલા ફરિયાદીને હડફેટે લેતા અકસ્માતમાં બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદી તથા બાઇક ચાલક રસ્તા ઉપર પટકાયા હતા જેથી ફરિયાદીને ઇજા થઈ હતી તેમજ બાઈક ચાલકને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નીવડતા અજય વિરેન્દ્રસિંહ પઢિયારનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે અને હાલમાં ભોગ બનેલા વૃદ્ધ દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબ કાર્યવાહી હાથ ધરી છે






Latest News