મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકો વધુ પડતી મોબાઈલ ગેમ રમતા હોય માતાએ ના કરવાનું કરી નાખ્યું !


SHARE







મોરબીમાં બાળકો ધુ પડતી મોબાઈલ ગેમ રમતા હોય માતાએ ના કરવાનું કરી નાખ્યું !

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના વધતાં ક્રેઝના કારણે ઘણી વખત ન બનવાના બનાવો બનતા હોય છે તેવી જ રીતે મોરબીમાં બાળકો વધુ પડતા મોબાઈલ ગેમ રમતા હોય કંટાળીને તેની માતાએ પોતાની જાતે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં રહેતા હંસાબેન સંજયભાઈ ઉઘરેજા જાતે પટેલ (૨૫) નામની પરણીતાએ ફિનાઈલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ હંસાબેનના સંતાનો વધુ પડતા મોબાઈલ ગેમ રમતા હોય કંટાળીને મહિલાએ ફિનાઇલ પી લીધું હતું તેવું સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતે ઇજા

મોરબીના રવાપર નદી ગામ પાસે બાથકો સેનેટરી નજીક કામગીરી દરમિયાન મોરબીના મકનસર ગામે આવેલ ભીમરાવનગરમાં રહેતા ભરતભાઈ મૂળજીભાઈ ચૌહાણ (૩૦) નામના યુવાનના પગ ઉપર ભારે વજનનો પથ્થર પડ્યો હતો જેથી પગમાં ઈજા થવાથી તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News