માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો
Breaking news
Morbi Today

હળવદ યાર્ડના કમિશન એજન્ટ સાથે ૬૯.૬૪ લાખનું બુચ મારી દેનારા કર્મચારીની ધરપકડ


SHARE







હળવદ યાર્ડના કમિશન એજન્ટ સાથે ૬૯.૬૪ લાખનું બુચ મારી દેનારા કર્મચારીની ધરપકડ

હળવદ યાર્ડમાં જુદી જુદી પેઢીઓ પાસેથી તલની ખરીદી કરીને તેમજ ખેડૂતો પાસેથી તલની ખરીદી કરવામાં આવી હતી અને જે પેઢી દ્વારા તલની ખરીદી કરવામાં આવી હતી તેના કર્મચારી દ્વારા ખરીદીવેચાણ તથા કમિશન પેટે કુલ મળીને ૬૯,૬૪,૮૬૮ રૂપિયાનો ફરિયાદી યુવાનની જાણ બહાર વિશ્વાસઘાત કર્યો હતો જેની પેઢીના માલિકે તેના જ કર્મચારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડી લેવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ધાંગધ્રા તાલુકાના રતનપર ગામના રહેવાસી અને હળવદ માર્કેટ યાર્ડમાં દુકાન ધરાવતા કમિશન એજન્ટ નારસંગભાઈ ઉર્ફે નવલસિંહ બનેસંગભાઈ ડોડીયા જાતે કારડીયા રાજપુત (૪૨)એ તેના કર્મચારી ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા રહે. કણબીપરા રામજી મંદિર પાસે મોરબી દરવાજા હળવદ વાળાની સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેહળવદ માર્કેટિંગ યાર્ડમાં જય કિસાન ટ્રેડિંગ નામની તેઓની દુકાન આવેલ છે જેમાં તેનો માસીનો દીકરો હરપાલભાઈ હેમુભાઇ ટાંક તેનો ભાગીદાર છે અને તેઓની પેઢીમાં ઉમેશભાઈ નરસિંહભાઈ પારેજીયાને પગારદાર કર્મચારી તરીકે ૨૨/૩/૨૩ થી રાખવામાં આવ્યા હતા અને તેને માસિક રૂપિયા ૧૦૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું જોકે જય કિસાન ટ્રેડિંગ પેઢીના નામે જુદી જુદી પેઢીઓ પાસેથી ૩૭,૩૪,૧૧૪ રૂપિયાના તલની ખરીદી કરી હતી અને તે પૈકી ૧૨,૦૧,૬૪૫ તેના દ્વારા ચૂકવવામાં આવ્યા છે અને બાકીના ૨૫,૩૨,૪૬૯ અન્ય વેપારીઓને ચૂકવવાના બાકી છે તેમજ જય કિસાન ટ્રેડિંગ મારફતે ખેડૂતો પાસેથી વેપારીઓને તલની ખરીદી કરેલ તે પેઢીઓ પાસેથી જય કિસાન ટ્રેડિંગના લેવાના રૂપિયા અને કમિશનના રૂપિયા આમ કુલ મળીને ૩૨,૩૦,૭૫૪ રૂપિયા લેવાના થાય છે જે આરોપીએ ખરીદીવેચાણ થતા કમિશનના રૂપિયા મળીને કુલ ૬૯,૬૪,૮૬૮ રૂપિયા ફરિયાદીની જાણ બહાર વિશ્વાસઘાત કરીને લઇને નાસી ગયેલ હતો જેની કમિશન એજન્ટ દ્વારા તેના કર્મચારી સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી ઉમેશભાઈ નરશીભાઈ પારેજિયા રહે. કણબીપરા રામજી મંદિર પાસે મોરબી દરવાજા હળવદ વાળાની ધરપકડ કરેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News