ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત મોરબીના ખાટકીવાસમાં લાયસન્સ ન માટે ત્યાં સુધી કતલખાના બંધ રાખવાની લેખિત બાહેંધરી ન મળે તો મિકલતો કરશે સીલ: ડેપ્યુટી કમિશ્નર ધોળાવીરાને કેટેગરી-A, કચ્છના ઐતિહાસિક વારસાને દેશના ટોચના સ્મારકો મળ્યું સ્થાન: સાંસદ વિનોદભાઇ ચાવડા બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રેમીને એસિડ પીવડાવવાના બનાવમાં યુવાનનું મોત


SHARE









મોરબીમાં પ્રેમીને એસિડ પીવડાવવાના બનાવમાં યુવાનનું મોત

મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હોય તે બાબતે બોલાચાલી અને અને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તેને એસિડ પીવડાવી દીધૂ હતું તેવું ભોગ બનેલા યુવાને હોસ્પિટલના બિછાનેથી પોલીસને જણાવ્યુ હતું અને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે ત્યારે પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને એસિડ પીવડાવી દેવામાં આવ્યું હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામા આવ્યો હતો અને આ બનાવ અંગેની પોલીસ દ્વારા નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે રમેશ ચૌહાણે પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યુ હતું કે, તેને પ્રેમ સબંધ હોય તે બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જેથી કરીને પોલીસે રમેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટ ખાતે સારવાર દરમ્યાન રમેશ મનસુખ ચૌહાણ નામના યુવાનનું મોત નીપજયું છે જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News