યુદ્ધની અસર: મોરબીની પેપર મિલોમાં વપરાતા કોલસાના ભાવમાં વધારો, વેસ્ટ પેપરની આવક બંધ, ઉદ્યોગ ઑક્સીજન ઉપર આવી ગયો મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં બીમારી સબબ આઠ માસના બાળકનું મોત


SHARE













મોરબીમાં બીમારી સબબ આઠ માસના બાળકનું મોત

મોરબીના લાલપર નજીક રહેતા પરિવારના આઠ માસના બાળકનું બીમારી સબબ મોત નીપજયું હતું. 

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ પાસે આવેલ સિસમ સિરામીકમાં લેબર કવાટરમાં રહીને મજૂરીકામ કરતા દેવેન્દ્રકુમાર વસૌટના આઠ માસના બાળક સિદ્ધાંતને બીમારી સબબ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. સિદ્ધાંતને તાવ-શરદીને લીધે સારવારમાં ખસેડાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નિપજયુ હોય તાલુકા પોલીસ મથકના જે.જે.ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો અકબર કરીમભાઇ નોબે નામનો ૪૭ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે વાંકાનેર હાઇવે ઉપર આવેેલ શક્તિ ચેમ્બર નજીક અજાણ્યા રિક્ષા ચાલકે તેના બાઈકને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા અકબરભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના શનાળા ગામે રહેતો રમેશ વીશાભાઈ સાવરીયા નામનો ૪૬ વર્ષીય યુવાન ધવલ મિલની વાડીએ દારૂના નશામાં ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી જતા રમેશભાઈ સાવરીયાને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.જ્યારે મુળ મધ્યપ્રદેશનો અને હાલ ટંકારાના હડમતીયા ગામે રહેતા અક્ષયસિંહ મીથ્થાસિંહ હટીલા જાતે કોળી નામના ૨૮ વર્ષીય યુવાન ખેતરમાં ઝેરી દવાનો છંટકાવ કરતો હતો તે સમયે ઝેરી અસર થતાં તેને અહીંની નકલંક હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે રહેતા મનુભાઈ દાનાભાઈ મોરી નામનો ૩૧ વર્ષીય યુવાન ઘરેથી કારખાને કામે જતો હતો ત્યારે રસ્તામાં પાછળથી અજાણ્યા કારના ચાલકે તેના બાઈકને હડફેટે લેતા ડાબા પગના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં મનુભાઈ મોરીને સારવાર માટે અત્રે ડો.હેમલ પટેલની હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો બનાવ હળવદ રોડ ઉપર ઘુંટુ અને આઇટીઆઇની વચ્ચે બન્યો હતો.






Latest News