મોરબીના સાદુળકા ગામે યુવાનને તેના કૌટુંબિક ભાઇએ માથામાં કુહાડીનો ઘા ઝીકયો: ઇજાગ્રસ્ત સારવારમાં
SHARE
મોરબીના સાદુળકા ગામે યુવાનને તેના કૌટુંબિક ભાઇએ માથામાં કુહાડીનો ઘા ઝીકયો: ઇજાગ્રસ્ત સારવારમાં
મોરબી નજીકના સાદુળકા ગામે રહેતા યુવાને તેના કૌટુંબિક ભાઇએ માથામાં કુહાડીનો ઘા માર્યો હતો જેથી કોઇને ઇજા થતા યુવાનને પ્રથમ મોરબી સિવિલમાં સારવાર માટે લાવ્યા હતા અને ત્યાથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યો છે અને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદ કરવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ મોરબી તાલુકાના આમરણ પાસે આવેલ ખારચિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના સાદુળકા ગામે રહેતા શિવલાલભાઈ દિનેશભાઈ સુરેલા જાતે કોળી (ઉંમર ૨૫) ને તેના કૌટુંબિક ભાઇ પ્રભુભાઈ બાબુભાઈએ માથામાં કુહાડીનો કોઈ કારણોસર ઘા ઝીકયો હતો જેથી શિવલાલભાઈને માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે પ્રથમ મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ છે અને આ બનાવ ઇજાગ્રસ્ત શિવલાલભાઈના ભાઈ સુરેશભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રભુભાઈ બાબુભાઈ નામના તેના કૌટુંબિક ભાઈએ તેને માથામાં કુહાડી મરેલ છે જો કે, કયા કારણોસર કુહાડી મારી છે તેની માહિતી સામે આવી નથી પરંતુ પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદ કરવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે
વાહન અકસ્માતમાં ઈજા
મોરબી તાલુકાના હજનાળી ગામે અંબાનગર વિસ્તારમાં રહેતો અજય માંડણભાઇ ભીમાણી નામનો ૨૩ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે મોડી રાત્રીના રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાગ્રસ્ત થયેલા અજય ભીમાણીને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં ખસેડાયો હતો.મોરબીના સરતાનપર રોડ ઉપર મિલેનિયમ સીરામીક પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવવામાં અક્ષય રતિલાલ કણજારીયા નામના ૨૧ વર્ષના યુવાનને ઇજાઓ થતાં તેને અત્રેની ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો બનાવ અંગે એ.એલ.પરમાર તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે માળિયા-મિંયાણાના રૂલીયા વાંઢ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ મુરાદભાઈ મોવર નામનો સાત વર્ષનો બાળક પોતાના પિતા સાથે બાઈકમાં જતો હતો ત્યારે રસ્તામાં બાઇકમાંથી પડી જતા તેને મધુરમ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો.
ઝેરી દવા પી લેતા સારવારમાં
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતો નરસીભાઇ ભલાભાઇ ભંખોડીયા નામનો ૪૮ વર્ષીય યુવાને ગામના બસ સ્ટેશન પાસે કોઈ અગમ્ય કારણોસર મોડી રાત્રિના દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે ગૌતમભાઈ દ્વારા સારવારમાં રાજકોટ લઇ જવાયો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ કુબેર ટોકીઝ પાછળ મફતપરા વિસ્તારમાં થયેલ મારામારીના બનાવમાં ત્યાં જ રહેતા મહેશ જીવા સોલંકી નામના ૨૫ વર્ષના યુવાનને ઇજા થતાં સારવારમાં સિવિલે ખસેડાયો હતો.
ખાણ-ખનીજ વિભાગ
મોરબીના ખાણ ખનીજ વિભાગના એ.જે.ભાદરકાએ મોરબીના નીચી માંડલ ગામ પાસેથી લાલજી ચતુર કોળી રહે.ખેતરડી હળવદ વાળાને જીજે ૩૬ ટી ૫૧૧ સાથે તેમજ નીચી માંડલ ગામે રહેતા યોગેશ ગોકુળપ્રસાદ શર્માને ઘુંટુ ગામ પાસેથી ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૬૦૩૫ ને પકડીને તેમની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.