મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના દિઘડિયા ગામે ખેતરમાં સિચાઈ માટે પાણી લેવા મુદે ઝઘડામાં ભાઈની બે સગા ભાઈઓએ કરી હત્યા


SHARE

















હળવદના દિઘડિયા ગામે ખેતરમાં સિચાઈ માટે પાણી લેવા મુદે ઝઘડામાં ભાઈની બે સગા ભાઈઓએ કરી હત્યા

હરેશભાઈ પરમારા દ્વારા, હળવદના દિઘડીયા ગામે સીમમાં વાડીએ રહેતા ત્રણ સગા ભાઇઓ વચ્ચે જમીનમાં સિચાઈ માટેનું પાણી લેવા બાબતે બોલાચાલી થઇ હતી જેમાં બે ભાઈઓએ એક સંપ કરીને તેના સગા ભાઈને ધારીયા અને છરીના ઘા ઝીકયા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને તે યુવાનની પત્ની  અને સંતાનને પણ ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ છે અને હાલમાં હળવદ પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદના દિઘડીયા ગામની સીમમાં રહેતા મુકેશભાઈ કુકાભાઈ સારલા (૩૫) તેમના પરિવાર સાથે ઘરે હતા ત્યારે તેના બે સગાભાઈ રઘાભાઈ કુકાભાઈ સારલા અને મુન્નાભાઈ કુકાભાઈ સારલાએ બોલાચાલી કરીને મુકેશભાઈ ઉપર છરી અને ધારીયા વડે હુમલો કર્યો હતો જેથી ઇજાઓ થવાથી મુકેશભાઈનું મોત નીપજ્યું હતું અને આ ઘટનામાં તેના પત્ની દક્ષાબેનને અને બાર વર્ષના દીકરાને પણ ઈજા થઈ હતી જેથી તે બંનેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવેલ છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રઘાભાઈમુકેશભાઈ અને મુન્નાભાઈ ત્રણ સગાભાઇ છે અને તેઓની વડીલોપાર્જિત ૧૫ વીઘા જમીનમાંથી ત્રણેય ભાઈઓને પાંચ પાંચ વીઘા જમીન ભાગમાં આવેલ છે જો કે, વીજ કનેક્શન એક જ હોવાથી મોટરથી પાણી લેવા બાબતે બોલાચાલી થઈ હતી. અને બાદમાં બે સગાભાઈઓએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો જેમાં મુકેશભાઇનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો અને આ બનાવમાં મૃતકના પત્ની દક્ષાબેનની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામાં આવેલ છે 




Latest News