મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં બહેનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય તે માટે તાલીમવર્ગ યોજાયો


SHARE







મોરબીમાં બહેનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય તે માટે તાલીમવર્ગ યોજાયો

મોરબી પાલિકાના ટાઉનહોલ ખાતે ઉમા ફાઉન્ડેશનના માધ્યમ દ્વારા સ્થાનિક બહેનોમાં ઉદ્યોગ સાહસિકતા કેળવાય તથા મહિલાલક્ષી વિવિધ વિભાગોની સરકારી યોજનાઓની માહિતી મેળવીને  લાભ મેળવે તેવા આશયથી મહિલા અને બાળવિકાસઈડીપી, મહિલા આર્થિક વિકાસ નિગમ - ગાંધીનગર વગેરે વિભાગો દ્વારા તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમનો ૮૫ જેટલા લાભાર્થી બહેનોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં મહિલા અને બાળવિકાસ અધિકારી શૈલેષભાઇ, ઈડીપી ગાંધીનગરથી  કેશુભાઈ, મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગરથી અમિતભાઇ વગેરે અધિકારીઓ  ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત  જિલ્લાના અગ્રણી મહિલા કાર્યકર મંજુલાબેન, હંસાબેન, જયશ્રીબેન તથા ઉમા ફાઉન્ડેશનના હર્ષાબેન સહિતના ખાસ ઉપસ્થિત હતા.






Latest News