મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુપોષણ દૂર કરવા માટે અનોખો પ્રયાસ
SHARE
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુપોષણ દૂર કરવા માટે અનોખો પ્રયાસ
મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુપોષણ દૂર કરવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સરગવાના પાનનો ઉપયોગ કરવાથી કુપોષણ સહિતના રોગમાથી મુક્તિ મેળવી શકાય છે જેથી કરીને વિવિધ વાનગીમાં સરગવાના પાનનો ઉપયોગ કરવામાં આવે તે માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો ઉલેખનીય છે કે, સરગવો ૩૦૦ જેટલા રોગમાં ઉપયોગી છે અને સરગવાના પાનમાં દૂધ કરતા ૧૪ ણો વધારે કેલ્શિયમ તથા પાલક કરતાં ૯ ગણો વધારે આર્યન હોય છે અને તેમાં ઘણું બધું પોષક તત્વો હોવાથી તેનો ઉપયોગ મહિલાઓ તથા બાળકો કરે તો શરીરના પોષણમાં મદદરૂપ થાય છે. આ પ્રોજેક્ટમાં ક્લબ મેમ્બર પ્રજ્ઞાબેન ગોસ્વામીએ સરગવાના પાનમાંથી સુખડી, સરગવાના થેપલા તેમજ સરગવાના મુઠીયા જેવી વાનગી પોતાના ઘરે બનાવીને આંગણવાડીના બહેનોને તેમજ ક્લબના હાજર રહેલા મેમ્બરોને ટેસ્ટ કરાવી હતી અને તેની સમજણ પૂરી પાડી હતી. સરગવો બધી જગ્યાએ મળે છે અને સહેલાઇથી મળી શકે છે કોઈપણ જાતના ખર્ચ વગર તમે શરીરની તંદુરસ્તી વધારવા માટે ઉપયોગ કરી શકો છો. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડન્ટ રંજનબેન સારડા, ટ્રેઝરર પુનિતાબેન છૈયા, પ્રજ્ઞાબેન ગોસ્વામી મનિષાબેન ગણાત્રા, ચેતનાબેન પાંચાલ, નિશાબેન રેખાબેન મોર તથા અન્ય સભ્યોએ હાજરી આપી હતી..