ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના માણેકવાડા ગામે પરણિતાના આપઘાત કેસમાં સાસુ-સસરાને પાંચ વર્ષની સજા


SHARE











મોરબીના માણેકવાડા ગામે પરણિતાના આપઘાત કેસમાં સાસુ-સસરાને પાંચ વર્ષની સજા

મોરબીના માણેકવાડા ગામે સાસુ સસરાએ મેણા-ટોણા મારતા પરિણીતાએ વર્ષ ૨૦૧૬માં પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી સાસુ અને સસરાને પાંચ વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી છે

મોરબીના પીપળી ગામની તૃપ્તિબેનના લગ્ન વર્ષ ૨૦૧૫માં માણેકવાડા ગામના ઉમેશકુમાર અરજણભાઈ ગોધવિયા સાથે થયા હતા.જો કે, તૃપ્તિબેનના સાસુ લાભુબેન અરજણભાઈ ગોધવિયા અને સસરા અરજણભાઈ લવજીભાઈ ગોધવિયા તેને મેણાં-ટોણા મારતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી તૃપ્તિબેને તેના ભાઈ પ્રફુલભાઇ જગોદરા અને પરિવારને જાણ કરી હતી અને વર્ષ ૨૦૧૬ ના જૂન માહિનામાં તૃપ્તિબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી મૃતક તૃપ્તિબેનના ભાઈએ સાસુ-સસરા વિરુદ્ધ તૃપ્તિબેનને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ સી.જી.મહેતા ની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આધાર પુરાવાઓ અને સાહેદોની જુબાની તથા દલીલને ધ્યાને લઈને મૃતકના સાસુ લાભુબેન અને સસરા અરજણભાઈને પાંચ વર્ષની સજા અને દંડ ફટકાર્યો  છે 






Latest News