મોરબીમાં કોર્પોરેટર દ્વારા પોતાના વોર્ડના વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું કરાયું આયોજન મોરબીના શિવસેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન સેવા સંકલ્પ અભિયાન: કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં મધ્યપ્રદેશમાં વિવિધ સેવાકીય-પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા મોરબીમાં જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળાનો ડીડીઓ અને એસપીએ કરાવ્યો પ્રારંભ માળીયા (મી)-હળવદ તાલુકામાં ખાનગી કંપનીની વીજ લાઇનના અસરગ્રસ્ત ખેડૂતોને ધારાર એમઆરસીમાં જોડવા અપાયેલ નોટિસનો ખેડૂતો દ્વારા ખુલ્લો વિરોધ વાંકાનેરના દેરાળા ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત મોરબીના રાજપર ગામે શોર્ટ લાગતા બાળકનું મોત મોરબીમાં હાર્ડવેરના 4 વેપારીઓને ત્યાં GST વિભાગની ટિમ દ્વારા સર્ચ ઓપરેશન
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ગામે ભેંસ ચરાવવા મુદ્દે યુવાન પર હુમલો


SHARE









વાંકાનેરના અમરસર ગામે ભેંસ ચરાવવા મુદ્દે યુવાન પર હુમલો

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેર તાલુકાનાં અમરસર ગામે ખેતરમાં ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે ભરવાડ યુવાન પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હોવાથી તેને વાંકાનેરથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે જ્યારે અમરસર ગામે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભરવાડ સમાજનાં અગ્રણી હીરાભાઈ બાંભવાએ આપેલ પ્રાથમિક માહિતી અનુસાર અમરસર ગામે ખેતરમાં ભેંસ ચરાવવા જેવી નજીવી બાબતે જગા વેલા ગમારા ભરવાડ યુવાન પર હુમલો થતાં ટોળા ઉમટી પડયાં હતાં, યુવાનને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યારે મામલો વધુ ઉગ્ર ન બને તે માટે શહેર પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, અને હુમલા ખોર કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી ધરી પોલીસ ફરિયાદ લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.




Latest News