મોરબીના માણેકવાડા ગામે પરણિતાના આપઘાત કેસમાં સાસુ-સસરાને પાંચ વર્ષની સજા
SHARE
મોરબીના માણેકવાડા ગામે પરણિતાના આપઘાત કેસમાં સાસુ-સસરાને પાંચ વર્ષની સજા
મોરબીના માણેકવાડા ગામે સાસુ સસરાએ મેણા-ટોણા મારતા પરિણીતાએ વર્ષ ૨૦૧૬માં પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આરોપી સાસુ અને સસરાને પાંચ વર્ષની કેદની સજા કોર્ટે ફટકારી છે
મોરબીના પીપળી ગામની તૃપ્તિબેનના લગ્ન વર્ષ ૨૦૧૫માં માણેકવાડા ગામના ઉમેશકુમાર અરજણભાઈ ગોધવિયા સાથે થયા હતા.જો કે, તૃપ્તિબેનના સાસુ લાભુબેન અરજણભાઈ ગોધવિયા અને સસરા અરજણભાઈ લવજીભાઈ ગોધવિયા તેને મેણાં-ટોણા મારતા હતા અને શારીરિક માનસિક ત્રાસ આપતા હતા જેથી તૃપ્તિબેને તેના ભાઈ પ્રફુલભાઇ જગોદરા અને પરિવારને જાણ કરી હતી અને વર્ષ ૨૦૧૬ ના જૂન માહિનામાં તૃપ્તિબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી મૃતક તૃપ્તિબેનના ભાઈએ સાસુ-સસરા વિરુદ્ધ તૃપ્તિબેનને મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ સી.જી.મહેતા ની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ આધાર પુરાવાઓ અને સાહેદોની જુબાની તથા દલીલને ધ્યાને લઈને મૃતકના સાસુ લાભુબેન અને સસરા અરજણભાઈને પાંચ વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે