મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં એસીડ પીવડાવીને પ્રેમીની હત્યા: પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો


SHARE









મોરબીમાં એસીડ પીવડાવીને પ્રેમીની હત્યા: પ્રેમિકા અને તેના માતા-પિતા સામે ગુનો નોંધાયો

મોરબી શહેરના વીસીપરાની અંદર આવેલ રોહીદાસપરામાં રહેતા યુવાનને પ્રેમ સંબંધ હતો જેથી કરીને પ્રેમિકા અને તેના માતા પિતાએ તેની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો ત્યાર બાદ તેને એસિડ પીવડાવી દીધૂ હતું જેથી કરીને ભોગ બનેલા યુવાને રાજકોટ સુધી સારવાર માટે લઈને ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું અને જેથી કરીને મૃતક યુવાનના ભાભીએ હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને બે મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા રમેશ મનસુખ ચૌહાણ (૨૩) નામના યુવાનને ગત તા ૧૧ ના રોજ એસિડ પીવડાવી દેવામાં આવ્યું હતું જેથી તેને પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતો ત્યારે રમેશ ચૌહાણએ પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યુ હતું કે, તેને પ્રેમ સબંધ હોય તેના બાબતે બોલાચાલી અને ઝઘડો કરીને અજાભાઈ અને દયાબેન નામના વ્યક્તિઓએ તેને એસિડ પીવડાવી દીધેલ છે જેથી કરીને પોલીસે રમેશ ચૌહાણ દ્વારા આપવામાં આવેલ નિવેદન મુજબની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને હાલમાં આ બનાવમાં મૃતક યુવાનની ભાભી શાંતુબેન ગોવિંદભાઇ હમીરભાઇ ચૌહાણ જાતે અનુ.જાતી (૫૪)એ હાલમાં અજયભાઇ બચુભાઇ શુકલ, દયાબેન અજયભાઇ શુકલ અને લતાબેન અજયભાઇ શુકલ રહે. બધા વીશીપરા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી લતાબેન અજયભાઇ શુકલ સાથે તેના દિયરને પ્રેમ સબંધ હતો જે તેના માતા પિતાને સારું નહીં લગતા તેને બોલાવીને ત્રણેય વ્યક્તિએ મળીને તેને પકડીને એસિડ પીવડાવી દીધું હતું જેથી કરીને ફરિયાદીના દિયરનું મોત નીપજયું છે હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે




Latest News