મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે


SHARE









મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાશે

વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિની ભાવના વધુ સુદ્રઢ બને તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ દ્વારા દર વર્ષે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે મોરબી શાખા દ્વારા તા. ૧૩ ઓગસ્ટને રવિવારે સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું છે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને રજીસ્ટ્રેશનની તા. ૨૭ જુલાઈને શનિવાર નક્કી કરવામાં આવી છે આ સ્પર્ધામાં જે નિયમો રાખવામા આવેલ છે તેમાં ભા.વિ.પ. ના મોરબી શાખાનાં વિસ્તારમાં આવેલ કોઈપણ શાળા ભાગ લઈ શકશે, સ્પર્ધામાં ધો ૬થી ૧૨ ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને દરેક ટીમમાં ૬થી ૮ વિદ્યાર્થીઓની સંખ્યા રહેશે, કોઈપણ સંગીત શાળાઓ કે સંગીત સંસ્થાઓ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહી, આ સ્પર્ધા હિન્દી તેમજ સંસ્કૃત એમ બે વિભાગમાં રહેશે, બે માંથી કોઈપણ એક વિભાગમાં ટીમ ભાગ લઈ શકશે, ભાગ લેનાર દરેક ટીમએ સંગીત વાદ્યો તથા વાદકોને પોતાની સાથે લાવવાનાં રહેશે. વાદ્યોની સંખ્યા વધુ માં વધુ ત્રણ રહે તેમજ વિદ્યુત અથવા બેટરીથી ચાલતા વાદ્યોનો ઉપયોગ કરી શકાશે નહી

તેમજ સ્પર્ધકોએ “રાષ્ટ્રીય ચેતના કે સ્વર” પુસ્તિકામાંથી જ કોઈ એક ગીત હિન્દી/સંસ્કૃત ભાષામાં ગાવાનું રહેશે. દરેક ટીમને ગીત રજૂ કરવા માટે ૭ મિનીટની સમય મર્યાદા રહેશે. દરેક ગીતનો રાગ કે ઢાળ YouTube પર જોવા-સાંભળવા મળશે, “રાષ્ટ્રીય ચેતના કે સ્વર” પુસ્તિકાની સોફ્ટકોપી તમે નીચે જણાવેલ સંયોજક અથવા સહસંયોજકનો સંપર્ક કરી મેળવી શકો છો., કુલ ૧૦૦ ગુણ રહેશે જે સંગીત યોજના, સ્વર, તાલ, ઉચ્ચારણ તથા પ્રસ્તુતીકરણ વગેરેમાં વહેંચાયેલ રહેશે, સ્પર્ધામાં શાખા સ્તરે પ્રથમ આવનાર ટીમ આગળના સ્તરે મોરબીનું પ્રતિનિધિત્વ કરશે. જેની વધારે માહિતી વિજેતા ટીમને આપવામાં આવશે., સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમના તમામ સદસ્યોને પુરસ્કાર આપી સન્માનિત કરાશે, સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છિત ટીમે પ્રમુખ ડો. જયેશભાઈ પનારા (૯૮૨૫૬૨૧૨૧૪), પરેશભાઈ મિયાત્રા (૯૯૭૯૯૬૦૪૭૭), વિનુભાઈ મકવાણા (૯૭૨૩૩૭૯૧૭૧), હિંમતભાઈ મારવણીયા (૯૮૨૫૯૬૨૭૭૦) નો સંપર્ક કરવાનો રહેશે.




Latest News