ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં તલાટીની ભરતી માટે ફોર્મ ભરનારાઓને  પરીક્ષાની ફી પરત અપાશે


SHARE











મોરબી જિલ્લા પંચાયતમાં તલાટીની ભરતી માટે ફોર્મ ભરનારાઓને  પરીક્ષાની ફી પરત અપાશે

મોરબી જીલ્લામાં વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા પંચાયત સેવાની સંવર્ગોની (વર્ગ-3)ની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા. ૧૮-૦૯-૨૦૧૮ થી તા. ૦૮-૧૦-૨૦૧૮ સુધી ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવેલ હતા. તેમજ બીનઅનામત ઉમેદવારનાં કિસ્સામાં ઓજસ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ ચલણ મારફતે પોસ્ટ ઓફીસમાં ખાતે તા.૧૦-૧૦-૨૦૧૮ સુધી ફી ભરવામાં આવેલ હતી.

જો કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગનાં પત્ર ક્રમાંક : PSR/૧૨૯૪/૭૦૬/ખ તા. ૨૧/૦૯/૨૦૨૧થી મળેલ સૂચના મુજબ જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત મંત્રી (વર્ગ ૩) સંવર્ગની સને ૨૦૧૮-૧૯ની તમામ જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિઓની સીધી ભરતીની જાહેરાત રદકરવામાં આવેલ છે અને તે જાહેરાત અન્વયે જનરલ કેટેગરીનાં ઉમદવારો તરફથી ભરવામાં આવેલ પરિક્ષા ફી રૂપિયા ૧૦૦ ઉમેદવારોને પરત કરવાની થાય છે આ પરિક્ષા ફી પરત મેળવવા માટે સંબંધિત ઉમેદવારોએ મોરબી જિલ્લા પંચાયત શોભેશ્વર રોડ ખાતે તા. ૨૭/૦૯ થી તા. ૦૭/૧૦ સુધી ઓળખના અસલ પુરાવા તેમજ પરિક્ષા ફી ભર્યા અંગેનું અસલ ચલણ સાથે લઈને આવવાનું રહેશે તેવું અધિકારીએ જણાવ્યુ છે 






Latest News