મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં કંપનીને આરોપી બનાવી ૩૦૨ની કલમ ઉમેરવા કરાઇ અરજી


SHARE









મોરબીના ઝૂલતા પુલ કેસમાં કંપનીને આરોપી બનાવી ૩૦૨ની કલમ ઉમેરવા કરાઇ અરજી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ હાલમાં મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને સૂઓમોટોની સુનાવણી હાઇકોર્ટમા ચાલી રહી છે ત્યારે મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ ચકચારી કેસમાં પાલિકા સાથે કોન્ટ્રાક્ટ કરનાર કંપનીને આરોપી બનાવવામાં આવે અને આઇપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરી છે

મોરબીમાં ૩૦ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને કુલ મળીને ૧૩૫ લોકોના મોત નીપજયાં હતા અને અને લોકો ઘાયલ થયા હતા જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીને અત્યાર સુધીમાં સમયાંતરે પકડવામાં આવ્યા હતા જે પૈકીનાં પાંચ આરોપીના જામીન હાઇકોર્ટમાંથી સમયાંતરે મંજૂર થઈ ગયેલ છે જો કે, હાલમાં મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ હાલમાં મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને સૂઓમોટોની સુનાવણી હાઇકોર્ટમા ચાલી રહી છે ત્યારે મોરબીના વકીલ દિલીપભાઇ આગેચાણિયાએ માહિતી આપતા જણાવ્યુ છે કે, મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા ઝૂલતા પુલના કેસમાં પાલિકા સાથે કોન્ટ્રાક્ટ કરનાર કંપનીને આરોપી બનાવવામાં આવે અને આઇપીસી કલમ ૩૦૨ નો ઉમેરો કરવામાં આવે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છેકે, આ કેસમાં પકડાયેલા જયસુખભાઇ પટેલની હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે જો કે, તેની સુનાવણીની તારીખેને લગતી કોઈ માહિતી સામે આવી નથી ત્યારે મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા કરવામાં આવેલ અરજીને ધ્યાને લઈને આગામી તા. ૨૭ ના રોજ તેની સુનાવણી રાખવામા આવી છે




Latest News