મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજસ્થાનથી રો-મટીરીયલ લાવતા ટ્રક ચાલકોને આરટીઓની કનડગતની કલેક્ટરને રજૂઆત


SHARE









મોરબીમાં રાજસ્થાનથી રો-મટીરીયલ લાવતા ટ્રક ચાલકોને આરટીઓની કનડગતની કલેક્ટરને રજૂઆત

મોરબીની આસપાસમાં આવેલ સિરામિક ઉદ્યોગમાં રાજસ્થાનથી રો-મટિરિયલ આવે છે અને જે ગાડીમાં માલને લઈને આવે છે તે ગાડીઓને યેનકેન પ્રકારે મોરબીમાં આરટીઓ રોકવામાં આવે છે અને વાહન ચાલકો પાસેથી પહેલા રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને બાદમાં તેમાં સેટલમેન્ટ ન થાય તો દંડ કરવામાં આવે છે તેવો ગંભીર આક્ષેપ રાજસ્થાન મિનરલ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ છે અને હાલમાં આ મુદે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને મિનરલ્સ ફેલ્સફાર પાવડરની ટ્રાન્ઝિટ પરમીટ ધરાવતી ટ્રકોને કારણ વિના રોકીને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે હેરાનગતિને રોકવા માટેની માંગ કરી છે

રાજસ્થાન મિનરલ્સ એસો.ના આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, અંદાજે છએક મહિનાથી મોરબીમાં આરટીઓ વિભાગ દ્વારા જુદાજુદા વિસ્તારમાં રાજસ્થાનથી ત્યાંની સરકારના કાયદેસરના ટ્રાન્ઝિટ પાસ સાથે ફેલ્સફાર પાવડર રો-મટીરીયલ લઈને આવેલ ગાડીઓને ગેરકાયદે રોકવામાં આવે છે અને આરટીઓના સ્ટાફ દ્વારા સેટલમેન્ટ માટે રૂપિયાની માંગણી કરવામાં આવે છે અને તેમાં સેટિંગ ન આવે તો પછી લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે વધુમાં રાજસ્થાનથી આવેલા મિનરલ એસો.ના આગેવાનોએ એવુ પણ જણાવ્યુ હતું કે, રાજસ્થાનથી સિરામિક ઉદ્યોગ માટે લીગલ રીતે મટિરિયલ્સ આવે છે તો પણ કારણ વગરના દંડ કરવામાં આવે છે જો આ ખોટી પ્રવૃતિ બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કાયદેસરની કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી રાજસ્થાન મિનરલ એસો. દ્વારા કરવામાં આવેલ છે






Latest News