મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે બોલાચાલી બાદ યુવાને કૂવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું


SHARE













મોરબીમાં પત્ની સાથે બોલાચાલી બાદ યુવાને કૂવામાં ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ વાડીએ રહીને ત્યાં મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી યુવાનને તેની પત્ની સાથે ઘરકામ બાબતે બોલાચાલી થઈ હતી જે બાબતનું તેને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે વાડીના કુવામાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ એમપીના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના રાજપર રોડ ઉપર ફેશન સિરામિક સામે આવેલ નરેન્દ્રભઈ રાઘવજીભાઈ સુવારીયાના ખેતરમાં મજૂરી કામ કરતા કાલુભાઈ મુનસિંગ માવી (૨૩) નામના યુવાને ખેતરમાં આવેલ કુવામાં પોતાની જાતે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને કૂવાના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની દિલીપભાઈ ઉર્ફે આદમભાઈ મોહનભાઈ પાડલીયા જાતે પટેલ (૪૦) રહે, સનાળા જુના ગામ રામચોક વાળી શેરી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એમ.પી. ઝાલા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને તેની પત્ની સાથે ઘરકામ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી તે બાબતે તેને મનોમન લાગી આવતા તેણે પોતાની જાતે કૂવામાં પડીને આપઘાત કરેલ છે તેવી માહિતી પ્રાથમિક તપાસમાં સામે આવી છે જેની પોલીસે તેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

આધેડ સારવારમાં
મોરબીના શનાળા રોડ ઉપર આવેલા માર્કેટિંગ યાર્ડ નજીક ફિનાઇલ પી જવાથી બાબુભાઈ નરસીભાઈ પરમાર નામના ૫૧ વર્ષીય આધેડ (રહે.હડમતીયા તાલુકો ટંકારા) ને અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યુ હતું કે આર્થિક કારણોસર બાબુભાઈએ ઉપરોક્ત પગલું ભર્યું હતું.વધુ તપાસ માટે ટંકારા પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં
મોરબીના લાતી પ્લોટ નજીક આવેલ જોન્સનગરમાં રહેતા હારૂન સરફુદીનભાઈ અન્સારી નામના ૩૫ વર્ષના યુવાનને ઘરે કામ દરમિયાન કોઈ ઝેરી જનાવર (સાપ) કરડી જતા સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો જેથી એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરી તપાસ હાથ ધરાઈ હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સરદાર રોડ ઉપર આવેલ ખારાકુવા શેરીમાં રહેતા કમલેશ પ્રાગજીભાઈ પરમાર નામના ૪૨ વર્ષના યુવાનને પોતાની શેરીના નાકા પાસે સરદાર રોડ ઉપર એકટીવા અને બાઈક વચ્ચે થયેલ અકસ્માત બાદની મારામારીના બનાવમાં માથામાં ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને વધુ તપાસ હાથ ધરાઇ છે.






Latest News