મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સુપર માર્કેટ પાસેથી બાઈકની ચોરી


SHARE









મોરબીના શનાળા રોડે સુપર માર્કેટ પાસેથી બાઈકની ચોરી

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટના પાર્કિંગમાં બાઇકને પાર્ક કરીને મૂકવામાં આવ્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪૦,૦૦૦ ની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે,

જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના લતીપુર ગામના રહેવાસી રાહુલભાઈ રાજેશભાઈ ગજીયા જાતે બોરીચા (૨૩)એ અજાણ્યા શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટના પાર્કિંગમાં તેણે પોતાનું બાઈક નંબર જીજે ૧૦ ડિક્યું ૨૬૧૨ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૪૦ હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં રાહુલભાઈ ગજીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના હળવદ રોડ ઉપર મહેન્દ્રનગર ચોકડીથી આગળ આવેલ શબરી હોટલ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઈજા પામેલ બીરેશરાજ સૂર્યવંશી (૨૧) રહે. મોરબી શનાળા બાયપાસ વાળાને ઈજા થતા ૧૦૮ વડે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયોનું જાણવા મળેલ છે.બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડાએ તપાસ હાથ ધરી હતી.

વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશિપ નજીક આવેલ અરૂણોદયનગર વિસ્તારમાં રહેતા દિલુભા માલુભા જાડેજા નામના ૭૦ વર્ષના વૃદ્ધને મોરબીના સામાકાંઠે આવેલા નટરાજ નાટક પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેઓને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા અને આ બનાવ સંદર્ભે હોસ્પિટલ તરફથી જાણ કરાયેલી હોય સીટી બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આ અંગે તપાસ કરવામાં આવી હતી.




Latest News