મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ઘરમાં સાપ કરડી જતાં સાત વર્ષનો બાળક સારવારમાં


SHARE







મોરબીના બગથળા ગામે ઘરમાં સાપ કરડી જતાં સાત વર્ષનો બાળક સારવારમાં

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતો બાળક તેના ઘરે હતો ત્યારે તેને સાપ કરડી ગયો હતો જેથી કરીને તે બાળકને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મુકેશભાઈ બામણીયાનો સાત વર્ષનો દીકરો પિયુષ પોતાના ઘરે હતો ત્યારે તેને ડાબા હાથે સાપ કરડી ગયો હતો જેથી કરીને તે બાળકને ઝેરી અસર થઈ હોવાથી સારવાર માટે મોરબી શહેરના વિસ્તારમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં તે બાળકને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગાહી કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ઘૂટું ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કચ્છના ગાંધીધામ ખાતે રહેતા સુનિલકુમાર શ્રીમાપ્રસાદ યાદવ (૩૨) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે યુવાનને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો નિલેશ ગિરધરલાલ ધ્રંગધારિયા (૪૭) નામનો યુવાન મોરબીના રવાપર રોડ ઉપર આવેલ રાષ્ટ્રીય શાળા પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી યુવાનને ઈજા થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે






Latest News