મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબીના બેલા પાસે કારખાનામાં બે વર્ષના બાળકનું મોત નિપજાવનાર લોડર ચાલકની ધરપકડ


SHARE









મોરબીના બેલા પાસે કારખાનામાં બે વર્ષના બાળકનું મોત નિપજાવનાર લોડર ચાલકની ધરપકડ

મોરબીના બેલા ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં લોડરના ચાલકે બેફિકરાઈથી પોતાનું લોડર રિવર્સમાં લીધું હતું ત્યારે માતા અને તેના બાળકને હડફેટે લેતા બે વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી જેથી તે બાળકનું મોત નીપજયું હતું જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે આવેલ સિરામિક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા લોકેન્દ્રભાઈ રામસિંગ ઝાલા જાતે આદિવાસી (૩૬)એ થોડા દિવસો પહેલા લોડર નંબર જીજે ૩૬ એસ ૫૫૬૬ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, લેમન સિરામિકના સ્પ્રે ડાયર વિભાગમાં તેના પત્ની પૂજાબેન અને તેનો દીકરો કનૈયા બંને હતા ત્યારે લોડરના ચાલકે બેફિકરાયથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું અને તે બંનેને હડફેટે લીધા હતા ત્યારે કનૈયા (૨)ને વધુ ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જો કે, તેની માતા પૂજાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવેલ છે હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લોડરના ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એમ. સગારકા અને તેની ટીમ દ્વારા આરોપી મુકેશ સુરસિંગ ભિલાલ જાતે આદિવાસી (૨૯) રહે. મૂળ એમપી વાળાની ધરપકડ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેરના હસનપર ખાતે રહેતા મહેશભાઈ લાલજીભાઈ અઘારા જાતે કોળી (૨૩) નામનો યુવાન મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે રવિરાજ ચોકડી નજીક હતો ત્યારે વાહન અકસ્માતના બનાવવામાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

ફિનાઇલ પીધું

મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અનસોયાબેન નાનજીભાઈ બોસિયા (૪૦)એ પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તે મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના સનાડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પરણીતાનો લગ્ન ગાળો ૧૦ વર્ષનો છે અને તેને એક સંતાન હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

વીંછી કરડી ગયો

મોરબીના રવાપર પાસે આવેલ એસપી રોડ ઉપર કેનાલ નજીક રહેતા કાજલબેન જગાભાઈ સલાટ (૧૫) નામની સગીરા મોરબીના ખાનપર-ચાચાપર રોડ ઉપર હતી ત્યારે ત્યાં તેને વીંછી કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તે સગીરાને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News