મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેરના લૂણસર ગામે બે મકાનના તાળાં તોડતા તસ્કરો


SHARE







વાંકાનેરના લૂણસર ગામે બે મકાનના તાળાં તોડતા તસ્કરો

વાંકાનેર તાલુકાના લૂણસર ગામે બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જોકે બંને મકાનમાંથી તસ્કરોને કોઈ મોટો દલ્લો હાથ લાગેલ નથી તેવું હાલમાં ગ્રામસભાનો પાસેથી જાણવા મળી રહ્યું છે અને અગાઉ પણ આ ગામની આસપાસના તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જેથી કરીને પોલીસ દ્વારા નાઈટ પેટ્રોલીંગ વધારવામાં આવે તેવી માંગ ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ જિલ્લાની અંદર ચોરીની ઘટના હવે સામાન્ય બનતી હોય તેમ અવારનવાર બાઈક ચોરી અને ઘરફોડ ચોરીઓના બનાવો બનતાં હોય છે ત્યારે વાંકાનેર તાલુકાના લૂણસર ગામે બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા અને ઘરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે બંને ઘરમાંથી કોઈ મોટો મુદ્દામાલ તેના હાથમાં આવ્યો નથી તેવું ચર્ચાઇ રહ્યુ છે આ ગામના લોકોના કહેવા મુજબ ચહર ભાઈ હરખજીભાઈ વસિયાણીના ઘરે તાળું તોડીને તસ્કરો ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટના તોડ્યા હતા જોકે ત્યાંથી કોઈ મોટો દલ્લો હાથ લાગ્યો હતો જેથી કરીને તેની પાડોશમાં રહેતા રમેશભાઇ ડોક્ટરના ઘરે પણ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે આ બંને ઘરમાંથી કોઈ મોટો દલ્લો તસ્કરોના હાથમાં આવેલ નથી અને તસ્કરોને ફોગટ ફેરો થયો હઓય તેવો ઘાટ સર્જાયો હતો જો કે, ચોરી અને ચોરીના પ્રયાસો અવારનવાર કરવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે






Latest News