મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત માળીયા (મી)ના વેજલપર ગામે કેનાલના પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત: કુંતાસી ગામે ઝેરી દવા પી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય
Breaking news
Morbi Today

ગોલમાલને લાગશે રોક: મોરબીના ડીડીઓએ પવનચક્કીની મંજૂરી માટે મહત્વનો પરીપત્ર બહાર પડ્યો


SHARE









ગોલમાલને લાગશે રોક: મોરબીના ડીડીઓએ પવનચક્કીની મંજૂરી માટે મહત્વનો પરીપત્ર બહાર પડ્યો

મોરબી જીલ્લામાં પવનચક્કી માટે ગામ પંચાયતે ઠરાવ આપતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતોને લઈને ડીડીઓ દ્વારા પરીપત્ર કરવામાં આવ્યો છે અને જેનાથી ભવિષ્યમાં થનાર પશ્ર્નો ટાળી શકાશે. આ ઉપરાંત ગામ સભામાં વંચાણે લેતા રહિશો પણ પોતાનો મત રજુ કરી શકશે

સરકારના ઠરાવ ક્રમાંક/જમન/૩૯૦૩/યુઓઆર/૨૯/અ હેઠળ વિન્ડ ફાર્મ માટે સરકારી જમીન ભાડા પેટે આપવા બાબતે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજા દ્વારા તમામ સરપંચો અને તલાટી કમ મંત્રી માટે પરીપત્ર બહાર પાડીને તેની અમલવારી કરવા માટે જણાવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ વખતે ૧૧૦૦ મેગાવોટ ઉર્જાના વિન્ડ ફાર્મ ઉભા કરવા એમઓયુ કરવામાં આવ્યા છે.  ત્યારે બિનખેતી હેતુથી વાણિજ્ય રહેઠાણ અને ઔધોગિક ભાડા પટે આપવાની નિતી અમલમાં છે. જે અંતર્ગત ગામ પંચાયત વિન્ડ ફાર્મ બનાવવા માટે ભલામણનો ઠરાવ કરતી વખતે રાઈટ ઓફ વે રસ્તાની વિગતો તપાસણી કરે, મંજુર પ્લાન ચકાસણી કરી વિજલાઈનનો રસ્તો આવા જવા માટે ગૌચરનો ઉપયોગ ન થતો હોયએ સુનિશ્ચિત કરે, કામ ચાલુ થતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી હુકમ, સવાલ વાળી જમીનની માપણી શીટ કબજો સોપ્યાનુ પ્રમાણપત્ર રાખવું, ભવિષ્યમાં આવી પવનચક્કી થકી સરકારની વિવિધ યોજનાઓમા નડતર ન બને એ જોવુ, જુના ગાડા માર્ગ કે ગામના રસ્તાને અડચણો ન પહોચે એ જોવું અને સૌથી અગત્યની વાત એ છે કે પવનચક્કીની ગામ પંચાયત ઠરાવ દ્વારા પરવાનગી આપે એને ગામસભામાં વંચાણે લેવા અંતમા તાકિદ કરી છે. હાલમાં આ પરીપત્રની અમલવારી કરવા માટે ડીડીઓ દ્વારા તમામ ગ્રામ પંચાયતોને જાણ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કી બાબતે અનેક રજૂઆતો કલેકટર કચેરીમાં કરવામા આવી છે આ ઉપરાંત પંચાયતને કે સભ્યોને અંધારામાં રાખીને અથવા તો મોટી રકમનો વહેવાર કરી ઠરાવ કર્યો હોવાનું ખુલેઆમ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ પરીપત્ર થકી સરપંચ અને તલાટી કમ મંત્રી અને ગામજનો પણ પુરતા કાગળો માંગી પછી જ મજુરી આપશે.




Latest News