મોરબીમાં યુવાનને મારી નાખવાની ધમકી આપીને મારવા માટે મજબૂર કરનારા આરોપીની ધરપકડ
મોરબીમાં જમીન-મકાનના દલાલ પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ
SHARE
મોરબીમાં જમીન-મકાનના દલાલ પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિવેકાનંદ નગરમાં રહેતા અને જમીન મકાનની દલાલીનું કામ કરતા યુવાને અલગ અલગ ચાર વ્યક્તિઓ પાસેથી સમયાંતરે પોતાને પૈસાની જરૂરિયાત હોય ૯૪ લાખ રૂપિયા લીધા હતા જેની સામે તેણે વ્યાજખોરોને લાખો રૂપિયાની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ તેની પાસેથી વધુ રૂપિયા પડાવવા માટે થઈને વ્યાજખોરો દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જે ગુનામાં પહેલા એક આરોપીને પકડવામાં આવ્યો હતો અને હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિવેકાનંદ નગરમાં રહેતા અને જમીન મકાનની કામ કરતા મીઠાભાઈ ગોવિંદભાઈ સોનાગ્રા જાતે સતવારા(૪૭)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાલાભાઇ ગોવિંદભાઈ રબારી રહે વજેપર, લખમણભાઇ મેપાભાઇ રબારી રહે વાવડી રોડ ન્યુ ગાયત્રી નગર મોરબી, રાજુભાઈ બોરીચા રહે આનંદનગર મોરબી અને પબુભા દરબાર રહે આનંદનગર મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતુ કે સમયાંતરે તેને પૈસાની જરૂરિયાત હોવાથી ચારેય શખ્સોની પાસેથી તેને વ્યાજે રૂપિયા લીધા હતા અને લાખો રૂપિયા ચૂકવી દીધા હતા તો પણ પેનલ્ટી સહિતની રકમ વસૂલ કરવા માટે થઈને વારંવાર પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં પહેલા રણજિત ઉર્ફે લાલો ગોવિંદભાઈ બારની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં પીએસઆઈ કે.એચ. ભોચિયા અને તેની ટીમે આરોપી લખમણભાઇ મેપાભાઇ ગરચર જાતે રબારી (૨૫) રહે. વાવડી રોડ ન્યુ ગાયત્રી નગર મોરબી, રાજેશ ઉર્ફે રાજુભાઈ આણંદભાઈ જીલરિયા જાતે બોરીચા (૫૧) રહે. આનંદનગર મોરબી અને મહેન્દ્રસિંહ ઉર્ફે પબુભા દેવુભા ઝાલા જાતે દરબાર (૩૭) રહે. આનંદનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે
મજાક મસ્તી દરમિયાન સીડી ઉપરથી નીચે પડતા બે પૈકી એક યુવાનને રાજકોટ ખસેડાયો
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા વાંકાનેર તાલુકાના લાકડધાર ગામ પાસેના બ્રાવેટો ગ્રેનાઇટો નામના યુનિટના લેબર ક્વાર્ટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા બે યુવાનો મજાક મસ્તી કરતા હતા અને વરસાદી માહોલમાં ભીની સીડીના લીધે બંને નીચે પટકાયા હતા અને બંનેને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા જે પૈકી એકને રાજકોટ ખસેડાયો છે.મોરબી પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ત્યાં રહેતા બબલુભાઈ જગદીશભાઈ (ઉમર ૨૫) અને નીરજ વિજયભાઈ ડામોર (ઉમર ૧૯) બંનેને ઇજા પહોંચતા મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાંથી નીરજ ડામોરને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યારે બબલુભાઈ જગદીશભાઈને વધુ ઈજા થયેલ હોય હાલ રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ જણાવેલ છે બંને યુવાનો મજાક મસ્તી કરતા હતા અને દરમિયાનમાં વરસાદી પાણીના લીધે ભીની સીડી ઉપરથી બંને નીચે પડ્યા હતા જેથૂ બંનેને ઈજા પહોંચતા સારવારમાં લાવવામાં આવ્યા હતા.