મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મારી નાખવાની ધમકી આપીને મારવા માટે મજબૂર કરનારા આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં યુવાનને મારી નાખવાની ધમકી આપીને મારવા માટે મજબૂર કરનારા આરોપીની ધરપકડ

મોરબી નજીકના નવા જાંબુડીયા ગામ પાસે આવેલ કારખાનામાં જનરલ મેનેજર તરીકે કામ કરતા યુવાને કારખાનામાં ૭૦ હજાર રૂપિયાની કિંમતના બે બેલ્ટ મંગાવ્યા હતા અને તે બેલ્ટના રૂપિયા કારખાનેદારે ન ચૂકવતા માલ મોકલાવનાર શખ્સે અવારનવાર મેનેજર પાસે રૂપિયાની ઉઘરાણી કરી હતી અને ફોન ઉપર ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાન પોતાના ઘરે હતો ત્યારે ડાબા હાથ ઉપર બ્લેડ વડે છેકા મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પાવન પાર્ક સોસાયટી શેરી નં-૧ માં રહેતા અને નવા જાંબુડીયા ગામ પાસે આવેલ ગોકુલ મિનરલ્સ પ્લાન્ટમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશભાઈ પ્રેમજીભાઈ ગોહેલ જાતે ખવાસ રજપૂત (૪૨)એ પોતાના ડાબા હાથ ઉપર બ્લેડ વડે ચેકા મારી લીધા હતા જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર લીધા બાદ હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવેશભાઈ ગોહેલે મયુર મુંધવા રહે. મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યૂ છે કેનવા જાંબુડીયા ગામ પાસે આવેલ ગોકુલ મિનરલ્સ પ્લાન્ટ આવેલ છે તેમાં તે જનરલ મેનેજર તરીકે કામ કરે છે અને માલ સામાન મંગાવીને રીપેરીંગ કામ કરવાનું કામ પણ તે જોવે છે ત્યારે કારખાનાના શેઠ આનંદભાઈ કૈલાના કહેવાથી તેણે મયુરભાઈ મુંધવાના રાધે એન્ટરપ્રાઇઝમાંથી ૭૦,૦૦૦ ની કિંમતના બે બેલ્ટ ગોકુલ મિનરલ્સના નામના ચલણથી મંગાવ્યા હતા અને તે બેલ્ટની બિલની રકમ ગોકુલ મીનલ્સના શેઠ આનંદભાઈએ આરોપીને ચૂકવી ન હતી જેથી કરીને આરોપી દ્વારા ફરિયાદીને અવારનવાર બાકી બિલ માટે થઈને ફોન કરવામાં આવતા હતા ગાળો આપવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા પોતાના ડાબા હાથ ઉપર બ્લેડ વડે ચેકા મારી લીધા હતા જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપી મયુર સતાભાઈ મુંધવા જાતે ભરવાડ (૩૩) રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી વાળની ધરપકડ કરેલ છે

સગીરા લિક્વિડ પી ગઈ

માળીયા મીયાણાના વાડા વિસ્તારમાં રહેતી રેહાનાબેન અબ્દુલભાઈ મુસાણી (૧૬) નામની સગીરા પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણોસર ઘરમાં પોતા કરવા માટેનું લિક્વિડ પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ માળિયા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા જ્યાં સગીરાને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીના ગાયત્રીનગરમાં રહેતા દુધીબેન શિવલાલભાઈ (૮૮) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ અક્ષરધામ એપાર્ટમેન્ટના ખૂણા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર અકસ્માતે બાઈકમાંથી તે નીચે પડ્યા હતા જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News