મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક સિરામિક કારખાનાના કવાર્ટરમાંથી ૧ કિલો ૬૭૫ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ પકડાયો


SHARE







વાંકાનેર નજીક સિરામિક કારખાનાના કવાર્ટરમાંથી ૧ કિલો ૬૭૫ ગ્રામ ગાંજા સાથે એક શખ્સ પકડાયો

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની સીમમાં આવેલ ટાઇલ્સના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શ્રમિક પાસે આવેલ તેના મિત્ર પાસે ગાંજાનો જથ્થો હોવાની બાતમી એસઓજીને મળી હતી જેના આધારે એસઓજીની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી ૧ કિલો ૬૭૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ગાંજો તથા મોબાઈલ ફોન મળીને ૧૭૭૫૦ નો મુદામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લા એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની ટીમમાં આવેલ આયોટા ટાઇલ્સ એલએલપી કંપનીના લેબર ક્વાર્ટર નંબર ૯/બી માં રહેતા સિકંદર બનારાનીના રૂમમાં આવેલ તેના મિત્ર પાસે ગાંજાનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે કારખાનાની લેબર ક્વાર્ટરમાં રેડ કરી હતી ત્યારે સિકંદરના રૂમમાં આવેલ તેના મિત્ર મનોજ પ્રફુલ ગોપ પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧ કિલો ૬૭૫ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો અને ૧૬,૭૫૦ નો ગાંજો તથા એક મોબાઈલ ફોન આમ કુલ મળીને ૧૭,૭૫૦ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને આરોપી મનોજ પ્રફુલ ગોપ (૨૧) રહે મૂળ નયાગાવ મજગાવ થાના પશ્ચિમ સિંહભૂમ ઝારખંડ હાલ રહે. તેના મિત્ર સાથે આયોટા ટાઇલ્સ સીરામીક લેબર કવાર્ટર વાળાની ધરપકડ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એસઓજીના પીએસઆઇ મહમદઅસલમ સોકતઅલી અન્સારીએ એનડીપીએસ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News