મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કન્યા છાત્રાલયથી “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” યોજાઇ


SHARE









મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કન્યા છાત્રાલયથી “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” યોજાઇ

નહેરુ યુવા કેન્દ્ર મોરબી, રમત મંત્રાલય ભારત સરકાર અને જે.એ. પટેલ મહિલા કોલેજ મોરબી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે આજે “ફીટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવેલ હતું ગત તા. ૧૩મી ઓગસ્ટ-૨૦૨૧ થી ૨જી ઓક્ટોબર ૨૦૨૧ સુધી આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાષ્ટ્રવ્યાપી “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન સમગ્ર ભારતમાં કરવામાં આવેલ છે. આ અનુસંધાનમાં મોરબી જિલ્લામાં આજે “ફિટ  ઇન્ડિયા ફ્રિડમ રન” નું આયોજન કરવામાં આવેલ હતું અને આ કાર્યક્રમ અંતર્ગત શ્રીમતી જે.એ. પટેલ  મહિલા કૉલેજ છાત્રાલય રોડ થી જીઆઇડીસી રોડ, શનાળા રોડ, સરદાર બાગ થી જે.એ.પટેલ મહિલા કોલેજ સુધી દોડ લગાવવામાં આવી હતી તેમજ યુવાનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય અને ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ ના સૂત્રને અંગીકાર કરીને ફિટનેસને પોતાના જીવનનું એક ભાગ બનાવે તેનું અધિકારી અને પદાધિકારીઓએ જણાવ્યુ હતું આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે  અધિક કલેકટર અને.કે. મુછાર, ડીવાયએસપી આઈ.એમ.પઠાણ, પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, પાલિકાના ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા, જિલ્લા યુવા અધિકારી સચિન પાલ, જે.એ. પટેલ મહિલા કૉલેજ આચાર્ય ડૉ. પી.કે. પટેલ, ભાજપ અગ્રણી કે.કે.પરમાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ યુવતીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા અને પ્રથમ ત્રણ  વિજેતાને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી




Latest News