મોરબીમાં આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે કન્યા છાત્રાલયથી “ફિટ ઇન્ડિયા ફ્રિડમ રન” યોજાઇ
વાંકાનેરના મહીકા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૧.૦૪ લાખની રોકડ સાથે પકડાયા
SHARE
વાંકાનેરના મહીકા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા છ શખ્સો ૧.૦૪ લાખની રોકડ સાથે પકડાયા
વાંકાનેર તાલુકાનાં મહીકા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં તાલુકા પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા છ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧.૦૪ લાખની રોકડ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીએસઆઈ ડી.વી.ડાંગરના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમના સંજયસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમી મળી હતી કે, સતિશભાઇ નરશીભાઇ સોંલકી રહે. વાંકાનેર નવાપરા વાળો પોતાના બનેવીની મહીકા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો ભેગા કરી જુગાર રમાડે છે જેથી કરીને ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સતિષભાઇ નરશીભાઇ સોંલકી જાતે કોળી (ઉ.૩૦) રહે. નવાપરા વાંકાનેર, સંતોષભાઇ રામજીભાઇ રાઠોડ જાતે કોળી (ઉ.૨૦) રહે. વીશીપરા, વાંકાનેર, હુશેનભાઇ અલીમામદભાઇ શેખાણી જાતે મેમણ (ઉ.૩૨) રહે. લક્ષ્મીપરા વાંકાનેર, મુકેશભાઇ રમેશભાઇ ડાભી જાતે કોળી (ઉ.૪૦) રહે. નવાપરા, વાંકાનેર, મનોજભાઇ મેરૂભાઇ રાઠોડ જાતે કોળી (ઉ.૩૬) રહે.નવાપરા, વાંકાનેર અને મનોજભાઇ ગીરધરભાઇ ડાભી જાતે કોળી (ઉ.૨૧) રહે. નવાપરા, વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે છ શખ્સોની રોકડ ૧,૦૪,૫00 ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી આ કામગીરી પીએસઆઈ ડી.વી.ડાંગરની સૂચન મુજબ મયુરધ્વજસિંહ જાડેજા, હરીચંન્દ્રસિંહ ઝાલા, કેશભાઇ જીલરીયા, સંજયસિંહ જાડેજા, અકીલભાઇ બાંભણીયા, અજયસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી