મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નજીક સરકારી જમીન ઉપર દબાણ કરનાર એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ


SHARE







મોરબી નજીક સરકારી જમીન ઉપર દબાણ કરનાર એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ

મોરબીનાં લીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં જમીનમાં ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું જેથી મોરબી તાલુકા મામલતદાર દ્વારા લીલાપરના બે શખ્સોની સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગના ગુનામાં હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી તાલુકા મામલતદાર દિવ્યરાજસિંહ જેજાડેજાએ થોડા સમય પહેલા નારણભાઇ માધાભાઇ લાબરીયા તથા મનોજભાઇ વશરામભાઇ રબારી રહેબંન્ને લીલાપર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરકારી જમીન ઉપર દબાણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, લીલાપર ગામના સર્વે નંબર ૩૫ વાળીમાં જમીનમાં આરોપીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું છે જેથી મોરબી તાલુકા પોલીસે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધેયક ૨૦૨૦ ની કલમ- ૩, ૪(૧)(), (૩) તથા પ (ક)૫ (ગ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ કેસની તપાસ એસસીએસટીના નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને તેની ટિમ ચલાવી રહી હતી અને હાલમાં એક આરોપી મનોજભાઇ વશરામભાઇ ભૂંભારિયા જાતે રબારી રહેલીલાપર ગામના ઝાપા પાસે વાળાની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News