આણંદ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફને મળેલ બાતમીના આધારે આણંદના સોજિત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ અપહરણના ગુનામાં ફરાર આરોપીને આણંદ પેરોલ ફર્લો સ્કવોર્ડે મોરબીમાંથી દબોચી લીધો હોવાનું જાણવા મળેલ છે.
અમદાવાદના આણંદ પંથકના સોજીત્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અપહરણનો બનાવ બન્યો હતો જે બનાવનો ફરાર આરોપી મોરબીમાં હોવાની બાતમીને આધારે આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડના એએસઆઇ મુકેશભાઇ શંકરભાઇ સહિતના સ્ટાફે મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી આરોપીને દબોચી લીધો હતો.જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ ગ્રામ્યના આણંદ પેરોલ ફર્લો સ્ક્વોડના સ્ટાફને મળેલી બાતમી આધારે ત્યાંના સોજીત્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો આરોપી સાજન બાબુ વગાડીયા ઠાકોર મૂળ રહે.ડેડિયાસણ તાલુકો વિરમગામ જી.અમદાવાદ વાળો હાલ મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક ઘુંટુ રોડ ઉપર આવેલ અનિલ સિરામિકમાં રહીને મજૂરી કામ કરતો હોવાનું જાણવા મળતા આણંદ પેરોલ ફર્લો સ્કોવડોનો સ્ટાફ મોરબી આવ્યો હતો અને મોરબીથી સોજીત્રા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ફરાર આરોપી સાજન બાબુ વહાડીયા ઠાકોરને દબોચી લીધો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
યુવાન ટાઇલ્સ ક્લીનર પી ગયો
મોરબીના સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ ઉપરની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતો નોંઘેશભાઈ જીવરાજભાઈ વાઘાણી જાતે કોળી નામનો ૨૬ વર્ષીય યુવાન ગઇકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ટાઈલ્સ કલીનર પી જતાં તેને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે ખસેડાયો હતો.બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઇ પરમારે તપાસ હાથ ધરી હતી.જેમાં ખૂલ્યું હતું કે ભુલથી પાણીના બદલે તે ટાઇલ્સ કલીનર પી ગયો હતો. નોંઘેશભાઇનું થોડા સમય પહેલા સગપણ થયેલ છે અને સિરામિકમાં સુપરવાઇઝર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળેલ છે.
મારામારીમાં એકને ઇજા
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપરના લખધીરપુર રોડ ઉપર આવેલ જૂના શ્યામ કોલ નામના કારખાનામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી રાહુલ કેકળાભાઇ ભીલ નામના ૪૫ વર્ષીય યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો જેથી બનાવની જાણ થવાથી મોરબી તાલુકા પોલીસ મથકના જે.પી.કણસાગરાએ મારામારીના બનાવની આગળની તપાસ હાથ ધરી છે.