રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

હર ઘર તિરંગા: મોરબી જીલ્લામાં ભાજપના ધારાસભ્યોની હાજરીમાં જુદીજુદી ત્રણ તિરાંગા યાત્રા યોજાઇ


SHARE









હર ઘર તિરંગા: મોરબી જીલ્લામાં ભાજપના ધારાસભ્યોની હાજરીમાં જુદીજુદી ત્રણ તિરાંગા યાત્રા યોજાઇ

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘર અને ઓફિસ પર તિરંગો લહેરાવવા આહ્વાન કર્યું છે, ત્યારે મોરબી જિલ્લાના હોદેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્યોની હાજરીમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં ગઇકાલે સાંજે ચાર વાગ્યે શનાળા રોડે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ખાતેથી તિરાંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી જેમાં ૨૦૦ થી વધુ બાઇક ચાલક પોતાનાં હાથમાં તિરંગા લઇ નીકળ્યા હતા અને સનાળા રોડ થઇ હોસ્પિટલ ચોકમા આવેલ ભગતસિંહના સ્ટચ્યુને વંદન કરી રવાપર રોડ, અવની ચોકડી થઇ ઉમિયા સર્કલ પહોંચી હતી. આ યાત્રાના સમગ્ર રૂટ પર પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવેલ "હર ઘર તિરંગા" નો સંદેશો પહોંચાડવામાં અવ્યો હતો મોરબી ભાજપ દ્વારા શહેરને તિરાંગમય બનાવવા જીલ્લામાં ૮૦૦૦૦ જેટલા તિરંગાનું વિતરણ કરવામાં આવ્યા છે મોરબીમાં યોજાયેલ તિરંગાયાત્રામાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા, જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રીઓ જેઠાભાઈ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રીઓ ભાવેશ કંજારીયા, રિસિપભાઈ કૈલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ, મેઘરાજસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપ મહિલા પ્રમુખ નિર્મલાબેન હડિયલ, પૂર્વ મહિલા સુધરાઈ સભ્યો હાજર રહ્યા હતા તેવી જ રીતે મોરબીના રવાપર ગામે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં તિરંગા યાત્રા યોજાઇ હતી જેમાં તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાસદડિયા, જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, તાલુકા યુવા ભાજપના પ્રમુખ નિતિશભાઈ બાવરાવા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આવી જ રીતે વાંકાનેર શહેરના જુદાજુદા વિસ્તારમાં હર ઘર તિરંગા યાત્રા યોજાઇ હતી ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, હિરેનભાઇ પારેખ, ચેતનગીરી ગોસાઇ, પરેશભાઈ મઢવી તેમજ પાલિકાના માજી સભ્યો સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ઘરે ઘરે તિરંગા લહેરાવ્યા હતા.




Latest News