મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

હળવદના મંગળપુર ગામની એક દીકરી અને ત્રણ દિકરાઓએ કુસ્તીમાં નેપાળમાં હરીફોને ધૂળ ચટાડી


SHARE







હળવદના મંગળપુર ગામની એક દીકરી અને ત્રણ દિકરાઓએ કુસ્તીમાં નેપાળમાં હરીફોને ધૂળ ચટાડી

બળદેવ ભરવાડ દ્વારા, હળવદ તાલુકાના નાના એવા મંગળપુર ગામની દીકરી અને ત્રણ દીકરાએ કુસ્તી સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી રાષ્ટ્રનું નામ રોશન કર્યું છે 

થોડા દિવસ પહેલાં જ હળવદ તાલુકાના મંગળપુર ગામના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ તેમજ સિલ્વર મેડલ મેળવ્યા હતા  આજ ખેલાડીઓએ તાજેતરમાં જ નેપાળ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય  કુસ્તી સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વિદેશની ધરતી ઉપર પણ હરીફોને ધૂળ ચટાડી નાના એવા મંગળપુર ગામની અલ્પાબેન બીજલભાઇ કુડેચા,ગોપાલભાઈ કેશાભાઈ સાપરા,ગેલાભાઈ લક્ષ્મણભાઈ ગોલતર અને સાગરભાઈ બીજલભાઈ કુડેચાએ ગોલ્ડ મેડલ મેળવી દેશનું તેમજ રાજ્યનું અને જિલ્લાનું નામ રોશન કર્યું છે






Latest News