હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી નજીક થયેલ લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE









મોરબી નજીક થયેલ લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના ટિંબડી ગામ નજીક પેટ્રોલ પંપમાંથી લૂંટ કરવામાં આવી હતી જે બનાવમાં પકડાયેલ બે આરોપીની સાથે જ ત્યાં કામ કરતો સગીર પણ સંડોવાયેલ હોવાનુ સામે આવ્યું છે અને જેથી કરીને પોલીસે પકડાયેલા બે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી પોલીસે મુખ્ય સૂત્રધારને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીની આસપાસના વિસ્તારમાં રોજગારી માટે ઘણા લોકો બીજા રાજ્યમાંથી આવે છે જો કે તેને કામે રાખનારા લોકો તેનો ડેટા લેતા નથી અને પછી બહારથી આવેલા લોકોમાંથી કેટલાક ગુનાહિત માનસિકતા ધરાવતા હોય છે જે સમયાંતરે ગુણને અંજામ આપીને નાસી જતાં હોય છે આવી જ રીતે લૂંટની ઘટનાને રાજસ્થાનથી આવેલા બે શખ્સો દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો જેની મોરબીમાં આવેલ અવની ચોકડી પાસે જય અંબેનગરમાં અંજનીપુત્ર એપાર્ટમેન્ટમાં રહેતા રોહીતભાઈ દુર્લભજીભાઈ છનિયારા જાતે પટેલ (૨૭)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ૪૮,૦૦૦ ની લૂંટના ગુનામાં હાલમાં પોલીસે નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત (૨૨) રહે. મૂળ રાજસ્થાન અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત (૨૪) રહે. રાજસ્થાન વાળાની ધરપકડ કરી છે

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ જણાવ્યુ છે કે, મોરબીના ટિંબડી ગામ પાસે આવેલ શિવાનંદ પેટ્રોલ પંપ ખાતે લૂંટ કરવામાં આવી હતી જે ગુનામાં આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંહ રાવત અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત નામના બે શખ્સની ધરપકડ કરેલ છે અને પેટ્રોલ પંપ ઉપર કામ કરી રહેલા જે સગીરને કટર જેવા હથિયાર વડે ઇજા કરવામાં આવી હતી તે પણ તેની સાથે સંડોવાયેલ હોવાની તપાસમાં સામે આવ્યું છે અને હાલમાં આરોપી નરેન્દ્રસિંહ દિલીપસિંગ રાવત અને ઠાકૂરસિંગ ભૈરવસિંગ રાવત પાસેથી પોલીસે ૪૮,૧૦૦ ની રોકડ, ૧૫૦૦૦ ના ત્રણ મોબાઈલ અને ૬૦ હજારનું બાઇક આમ કુલ મળીને ૧,૨૩,૬૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને તેના તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને આ લૂંટના માસ્ટર માઇન્ડ નવદીપ ઉર્ફે નિરૂ રાવત નામના શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે 




Latest News