મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ અને કીર્તિસિંહની મુલાકાત કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ


SHARE







રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ અને કીર્તિસિંહની મુલાકાત કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ

 રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓનવ નિયુક્ત પંચાયત, શ્રમ,રોજગાર અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને રાજયકક્ષાના શિક્ષણમંત્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને બ્રિજેશભાઈ મેરજા અને કીર્તિસિંહ વાઘેલાને છત્રપતિ શિવાજી મહારાજાની છબી, નામ લખેલી પેન, પુષ્પગુચ્છ,સાલ તત્વચિંતક બુક તેમજ મોમેન્ટો અર્પણ કરી મોરબી જિલ્લાના સમગ્ર શિક્ષકો વતી અભિનંદન પાઠવ્યા હતા ત્યારે પરિવારના એક સભ્ય તરીકે હળીમળીને વાતો કરી હતી અને શિક્ષકોના પ્રશ્નો જેવા કે જી.પી.એફ. એકાઉન્ટ ખોલવા, નવી ભરતી કરવી, બદલી પામેલ શિક્ષકોને વહેલી તકે  છુટા કરવા, ઉચ્ચત્તર પગાર ધોરણ મંજૂરી માટે તાલુકાના મહેકમ પ્રમાણે, બાકી રહેલ કેસોના પ્રમાણમાં સેવાપોથીઓ સ્વીકારવી, તાલુકા- જિલ્લા પંચાયતમાં કારકુનની ભરતી કરવી વગેરે પ્રશ્નોની રજુઆત એકાગ્ર ચિત્તે સાંભળી હતી અને પોતાના વિભાગમાં આવતી કામગીરી માટે સચિવને સૂચના આપી ઝડપથી વિષય પૂર્ણ કરવા જણાવેલ છે આ મુલાકાતમાં દિનેશભાઈ વડસોલા, કિરણભાઈ કાચરોલા, હિતેશભાઈ ગોપાણી, પ્રદીપભાઈ કુવાડિયા, હરદેવભાઈ કાનગડ, હિતેશભાઈ પાંચોટીયા, સુનિલભાઈ કૈલા, રાજેશભાઈ રાઠોડ, અશોકભાઈ સતાસિયા, નવઘણભાઈ દેગામા, પોપટભાઈ ઉતેળીયા, અંબરીશભાઈ વ્યાસ, હિતેશભાઈ જાદવ, ભાવેશભાઈ સંઘાણી, મહાદેવભાઈ રંગપડીયા જોડાયા હતા.






Latest News