મોરબીની યુનિક સ્કુલમાં બાળકો માટે માટીકામના વર્કશોપનું આયોજન
SHARE









મોરબીની યુનિક સ્કુલમાં બાળકો માટે માટીકામના વર્કશોપનું આયોજન
બાળકોના સપનોને વાચા આપવી..., બાળકોના વિચારોને પાંખ આપવી..અને બાળકોના શબ્દોને આકાર આપવો..એજ ખરેખર કેળવણીનો મૂળ ઉદ્દેશ હતો જે આજે વિસરાતો જાય છે અને આજે ફક્તને ફકત અભ્યાસને લઈને જ બાળકોને મૂલ્યાંકિત કરવામાં આવે છે.તેવા સમયે નવી એજ્યુકેશન પોલીસી આવી રહી છે તેના માટે થઇને મોરબીના સામાકાંઠે આવેસ યુનિક સ્કૂલમાં હાલ કામ શરૂ કરી દેવાયેલ છે.બાળકો માટે માટીકામના વર્કશોપનું આયોજન કરી તેમના વિચારોને આકાર આપવા માટે મેદાન આપ્યું છે.યુનિક સ્કૂલના ધો.૬ થી ૧૨ ના બાળકોએ પોતાના મનનાં વિચારોને આકાર આપીને સુંદર કલાકૃતિઓનું પ્રદર્શન કર્યું જેથી દરેક બાળકના મનમાં રહેલું નાનું બાળક બહાર આવી શકે અને તેની પ્રતિભાને ખીલવાનો અવસર મળે.પ્રશિક્ષણના મૂળ હેતુને મૂર્તિમંત કરતો આ પ્રયાસ યુનિક સ્કૂલ માટે એક સફળ પ્રયાસ બન્યો અને બાળકો માટે ખૂબ જ આનંદ અને રસપ્રદ એક્ટિવિટીનો દિવસ બની રહ્યો હતો.
