મોરબીની યુનિક સ્કુલમાં બાળકો માટે માટીકામના વર્કશોપનું આયોજન
મોરબીમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમા માર્કેટીંગ યાર્ડ પાસે વિરોધ પ્રદર્શન કરાયું
SHARE









મોરબીમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમા માર્કેટીંગ યાર્ડ પાસે વિરોધ પ્રદર્શન કરાયું
મોરબીમાં કોંગ્રેસ દ્વારા માર્કેટીંગ યાર્ડ પાસે આજે ખેડૂત વિરોધી ત્રણ કાયદાના વિરોધમાં ખેડૂત સંગઠન દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જે.પેટલ, કે.ડી.બાવરવા, મુકેશ ગામી, અમુભાઈ હુંબલ, રાજુભાઇ આહીર, કે.ડી.પડ્સુબિયા, ભાવેશભાઈ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા અને ખેડૂતો વિરોધી કાળા કાયદાના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પોલીસે કોંગ્રેસનાં આગેવાનોની અટકાયત કરી હતી.
